કેનેડાને વ્યક્તિગત ધોરણે આંતકવાદ પ્રેરિત હિંસક હુમલાનું સૌથી મોટું જોખમ
ઓટ્ટોવા,તા.૧૩
તાજેતરમાં જ જાહેર સુરક્ષા અંગે કેનેડાની સરકાર દ્વારા તૈયાર કરાયેલા એક રિપોર્ટમાં ખાલિસ્તાની આતંકવાદીઓ કેનેડા માટે સૌથી મોટું જાખમ હોવાનું જણાવાયું છે. કેનેડાની જાહેર સુરક્ષા અને કટોકટીની તૈયારી વિભાગના મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં દેશને ખાલિસ્તાની આતંકવાદીઓ તરફથી મોટું જાખમ હોવા છતાં પણ કેટલાક કેનેડિયન્સ ખાલિસ્તાની આતંકવાદીઓને ટેકો આપી રહ્યા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, કેનેડાને વ્યક્તિગત ધોરણે આંતકવાદ પ્રેરિત હિંસક હુમલાનું સૌથી મોટું જાખમ છે. જેમાં જમણેરી વિચારધારા ધરાવતા લોકો, શિયા ઈસ્લામિસ્ટ અને શિખ આતંકવાદીઓ (ખાલિસ્તાની) તરફથી સૌથી વધુ જાખમ રહેલું છે.
૧૯૮૫માં એર ઈન્ડિયાના વિમાનમાં ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલામાં ૩૩૧ લોકોનાં મોત થયા હતા, જેનું કાવતરું કેનેડામાં ઘડાયું હતું. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે જસ્ટીન ટ‰ડો સરકાર અને ભારત સરકારના વિદેશ બાબતોના મંત્રાલય વચ્ચે ચાલી રહેલી દ્વીપક્ષીય વાટાઘાટોમાં ખાલિસ્તાનનો મુદ્દો ચર્ચાયો હતો.
રિપોર્ટમાં એ બાબત તરફ ધ્યાન દોરાયું છે કે, કેટલાક કેનેડિયન્સ ખાલિસ્તાનીઓને સતત મદદ કરી રહ્યા છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, કેનેડાના કેટલાક નાગરિકો હજુ પણ શિખ (ખાલિસ્તાની) આતંકવાદી વિચારધારા અને ચળવળને સમર્થન કરી રહ્યા છે. આજે જ્યારે વિશ્વમાં આ ચળવળ દ્વારા થતા હુમલાનો ઈનકાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આ આતંકવાદી વિચારધારા ધરાવતા જૂથ હજુ પણ અસ્તિત્વમાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


