ન્યુ દિલ્હી,
તા.૨૨/૦૩/૨૦૧૮
યૂપીમાં બસપા અને ભાજપના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર
શાહના બ્રહ્માસ્ત્ર સામે ટકવા માયાવતીએ અખિલેશ પાસે ૧૦ ધારાસભ્યો માગ્યા,તો સપાના જયા બચ્ચન હારી જાય!!,૫૮ બેઠકોમાંથી ૧૦ રાજયની ૩૩ બેઠક પર સભ્યો બિનહરીફ ચૂંટાયા છે,તેમાં પણ ગુજરાત અને રાજસ્થાનની દસેક બેઠકો બિનહરીફ થઈ
રાજ્યસભાની ૫૮ બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પક્ષોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ૧૬ રાજ્યની ૫૮ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતની પણ ૪ બેઠકો પર ચૂંટણી યોજાશે.
જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ૧૦ બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભાજપ રાજ્યસભામાં વધુમાં વધુ સભ્યોને મોકલવાની તૈયારીમાં લાગી ગયું છે. રાજ્યસભામાં પણ બહુમતિનો આંકડો મેળવવા માટે ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે.
૫૮ બેઠકોમાંથી ૧૦ રાજ્યની ૩૩ બેઠક પર સભ્યો બિનહરીફ ચૂંટાયા છે, તેમાં પણ ગુજરાતની ચારેય બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે માત્ર ૬ રાજ્યની ૨૫ બેઠકો પર આવતીકાલે મતદાન યોજાશે.
મહારાષ્ટ, બિહાર, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાંથી રાજ્યસભાના ૩૩ સાંસદો બિનહરીફ ચૂંટાયા છે. યુપી, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ અને તેલંગાણામાં રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી આવતીકાલે યોજાશે. આ રાજ્યોમાં નિર્ધારીત બેઠકોથી વધારે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
ઉત્ત્।રપ્રદેશમાં સૌથી વધુ ૧૦ બેઠક પર રાજયસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ભાજપ રાજયસભામાં વધુમાં વધુ સભ્યોને મોકલવાની તૈયારીમાં લાગી ગયું છે. ઉત્તરપ્રદેશમાં ૧૦માંથી ૮ બેઠકો ભાજપની નક્કી છે જ્યારે સમાજવાદી પક્ષને ૨ બેઠકની આશા છે પરંતુ ભાજપના ચાણકય અમિત શાહે અખિલેશના ગઢમાં ગાબડુ પાડી અખિલેશના કાકા સહિત સપાના ૭ ધારાસભ્યોને ખેડવી નાખ્યા છે અને સાથી પક્ષના નારાજ પ્રધાનને મનાવી લેતા હવે ઉ.પ્ર.ની ૧૦માંથી ૯ સીટ ભાજપ ખૂંચવી જશે તે નિશ્ચિત બનતું જાય છે.
રાજયસભાની ૫૯ સીટો માટે ૨૩ માર્ચનાં રોજ થનાર મતદાને ફરી એક વખત દેશનાં રાજકારણને ગરમાવ્યું છે. તેમાં સૌથી વધુ રસપ્રદ અને દમદાર ચૂંટણી યુપીમાં થવા જઇ રહી છે. યુપીમાંથી આ વખતે કુલ ૧૦ ઉમેદવારો રાજયસભા પહોંચવાનાં છે. જેમાંથી આઠ સીટો પર ભાજપની જયારે એક સીટ પર સમાજવાદી પાર્ટીની જીત પાક્કી છે. જાકે, યુપીની ૧૦મી સીટ પર કોની જીત થશે તે સૌથી મોટું સસ્પેન્સ બન્યું છે. નરેશ અગ્રવાલ ભાજપમાં સામેલ થયા બાદ એ વાતની આશંકા તેજ થઇ ગઇ છે કે સપાના ધારાસભ્ય તેમના દીકરા નિતિન અગ્રવાલ ક્રોસ વોટિંગ કરશે.
આંબેડકર અને ભાજપના અનિલ અગ્રવાલની વચ્ચેનો મુકાબલો છે. લોકસભા પેટાચૂંટણીમાં બે સીટ ગુમાવી ચૂકેલ ભાજપ કોઇપણ સ્થતિમાં આ સીટ જીતવા માંગતો હતો. ત્યારે સપા-બસપા-કોંગ્રેસનું પૂરું જાર બસપા ઉમેદવારને જીતાડવા પર છે. એક-એક ધારાસભ્ય પર નજર બનેલી છે અને સંખ્યાબળ મેળવવા માટે અને જાડ-તોડની રાજનીતિ માટે શકય તમામ કદમ ઉઠાવી રહ્યાં છે.
ગોરખપુર અને ફૂલપુર ચૂંટણીમાં જીઁ ઉમેદવારને સમર્થન આપી મોટી જીત અપાવનાર મ્જીઁ પ્રમુખ માયાવતીએ અખિલેશ યાદવ પાસે રિર્ટન ગિફટ માંગી છે. રાજયસભાની ચૂંટણી માટે માયાવતીએ અખિલેશ યાદવ પાસેથી પોતાની પાર્ટીના ઉમેદવાર ભીમરાવ આંબેડકરના સમર્થન માટે ૧૦ ધારાસભ્યોને ફાળવવા માટે માંગણી કરી છે. આ વાત તેમણે અખિલેશ યાદવ સામે એટલા માટે મુકી છે કે જેનાથી તેમના ૧૦ વોટ સુનિશ્ચિત થઇ શકે અમે ક્રોસ વોટિંગથી બચી શકાય.
શુક્રવારે યોજાનાર રાજ્યસભા ચૂંટણી માટે માયાવતીને એસપીના સમર્થનની ખાસ જરૂરત રહેશે. બીજેપી પાસે કુલ ૩૧૧ ધારાસભ્ય છે અને તેમના ૮ ઉમેદવારોની જીત નક્કી છે. ઉત્તરપ્રદેશમાં એક રાજ્યસભાના ઉમેદવારને ૩૭ ધારાસભ્યોના મતની જરૂરત હોય છે.
સમાજવાદી પાર્ટીના ૪૭ ધારાસભ્ય છે અને તેમના એક ઉમેદવારની જીત માટે તે ૩૭ ધારાસભ્યોના વોટ મળે, ત્યારબાદ ૧૦ ધારાસભ્યોના વોટ તે બીએસપીને આપી શકે છે.
માયાવતી પાસે કુલ ૧૯ ધારાસભ્ય છે અને તેમને જીતવા માટે અન્ય ૧૮ ધારાસભ્યના વોટની જરૂરત છે. જા એસપીના તમામ ૧૦ ધારાસભ્ય બીએસપીના ઉમેદવારના પક્ષમાં વોટ કરે, તો પણ આ જાદુઈ આંકડાથી ૮ પગલા પાછળ રહી જાય.
જો કે, કોંગ્રેસે પોતાના ૭ ધારાસભ્યોના વોટનો વાયદો બીએસપીને કર્યો છે. આ સિવાય અજીત સિંહે પણ બીએસપીને સપોર્ટ કરવાની વાત કરી છે. સાથે માયાવતીને એક વોટ નિશાદ પાર્ટી તરફથી મળી શકે છે. માયાવતીને આ ડિનર બાદ આશા વધી છે કે, તેમનો એક ઉમેદવાર રાજ્યસભામાં પહોંચી જશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"