આતંકવાદ રોકવા માટે જર્મનીમાં મસ્જિદ ટેક્સ લાગુ થાય તેવી શક્યતા

0
79

બર્લિન,તા.૧૩
જર્મનીમાં ફરી એકવાર ‘મસ્જિદ ટેક્સ’ લાગુ થવાની ચર્ચાએ જાર પકડ્યું છે. ‘મસ્જિદ ટેક્સ’ લગાવાનો ઉદ્દેશ ઈસ્લામિક સંસ્થાનોની વિદેશી ફંડિગની નિર્ભરતાને ઓછી કરવાનો છે. રવિવારે એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી સામે આવી હતી. જર્મનીની સરકારે તેને પરોક્ષ રીતે આતંકવાદ રોકવા અને ઈસ્લામિક વિચારધારાના પ્રભાવથી બચવાના ઉપાય તરીકે માની રહી છે.
રિપોર્ટ પ્રમાણે, જર્મનીના ૧૬ રાજ્યોએ આ પ્રસ્તાવ પર પોતાની સહમતિ દર્શાવી છે. જર્મનીમાં ‘ચર્ચ ટેક્સ’ પણ લેવામાં આવે છે. જે બાદ મસ્જિદ ટેક્સની ચર્ચાએ પણ જાર પકડ્યું છે. સરકારની સાથે પ્રગતિશીલ મુસ્લિમ પણ મસ્જિદ ટેક્સ લગાવવાની તરફેણમાં છે.
એક અનુમાન પ્રમાણે, જર્મનીમાં ૫૦ લાખથી વધુ મુસ્લિમ વસતી છે. અને તેમાંથી મોટા ભાગના મુસ્લિમ તુર્કી અને અરબ દેશોથી આવ્યા છે. તુર્કી-ઈસ્લામિક યુનિયન ઓફ ધી ઈન્સ્ટિટ્યુટ ફોર રિલિઝિયન જર્મનીમાં ૯૦૦ મસ્જિદોનું સંચાલન કરે છે. આ સંગઠન તુર્કીના રાષ્ટ્રપતિ રેસિપ તૈયપ એર્દોગનના હેઠળ આવે છે.
અહીંના મસ્જિદોના ઈમામને તુર્કી તરફથી પૈસા આપવામાં આવે છે. અગાઉ આ સમૂહના સભ્યો પર જર્મનીમાં જાસૂસી કરવા માટેની તપાસ પણ થઈ હતી. ૨૦૧૭માં જ્યારે તુર્કી અને જર્મનીના સંબંધોમાં તણાવ વધ્યો હતો, તે સમયે જર્મનીના બે મંત્રીઓએ કહ્યુ હતું કે, એર્દોગનની ખતરનાક વિચારધારાને મસ્જિદો મારફતે જર્મનીમાં લાવવાની અનુમતિ આપી શકાઈ નહીં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY