હળવદ પંથકમાં ભકિત ભાવથી હનુમાન જયંતીની ઉજવણી ભવ્ય રીતે કરાય

0
106

હળવદ કંસારીયા હનુમાનજી મંદીરે હનુમાન જયંતી નિમિતે મારૂતિ યજ્ઞ તથા ભવ્ય સંતવાણી યોજાઈ
—————————————-
આજના હાઈટેક યુગ માં ધમૅ પવૅ  ધાર્મિક સંસ્કૃતિ નુ મહત્વ અકબંધ રીતે જોવા મળે છે, ચૈત્ર સુદ ૧૫ પુણિમા એટલે હનુમાન જન્મોત્સવ નુ હળવદ સહીત સમગ્ર ઝાલાવાડ માં વિશેષ મહત્વ જોવા મળે છે હળવદ પંથક માં વિવિધ હનુમાનજી મંદિર ધામધુમપુવૅક હનુમાન જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવા આવી, હળવદ કંસારીયા હનુમાનજી મંદિર ખાતે ચૈત્ર સુદ ૧૫ પુનમ હનુમાનજી જન્મોત્સવ ભવ્યતી ભવ્ય રીતે ઉજવામાં આવ્યો,મહાઆરતી,મહાપ્રસાદ,મારુતિ યજ્ઞ, દિવ્ય સંતવાણી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, હળવદ માળીયા હાઈવે પર કંસારીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું . કસારી હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીનાં દિવસે ભજન, ભોજન અને ભક્તિનો ત્રવેણી સંગમ તથા મહા આરતિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, લંગડેજી મહારાજ હનુમાન મંદિર યજ્ઞ મહાપ્રસાદ સંતવાણી નુ આયોજન કરાયુ હતુ,

શનિવાર તારીખ 31નાં રોજ મહા આરતિનું મારુતિ યજ્ઞ, સંતવાણી મહાપ્રસાદ ,હનુમાન જયંતીનાં દિવસે હળવદનાં ભાવી ભક્તો અને ધર્મપ્રેમી જનતાઓ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા ,સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવામાં મંદિરનાં મહંત શ્રી સંતપુરી મહંત શ્રી મિરાપુરી માય તથા સેવકગણ એ ભારે જહેમત ઉઠાવી હતી,
સમગ્ર હળવદ પંથક ભક્તિમય વાતાવરણ મય બની ગયુ હતું

 

મયુર રાવલ હળવદ
9909458555

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY