ઈદની રજા હોઈ બહાર ગામ ગયેલા પરિવારોના ત્યાં તસ્કરો ત્રાટકિયા….
ભરૂચ બાયપાસ વિસ્તારમાં આવેલ મોનાપાર્ક સોસાયટીમાં ત્રણ જેટલાં ઘરોને નિશાન બનાવી ફરાર થઈ ગયા હતા…

બનાવ મળતી માહિતી મુજબ ભરૂચ શહેર બી ડિવિઝન વિસ્તારમાં આવેલ મોનાપાર્ક સોસાયટીમાં એકજ રાતમાં ત્રણ બંધ મકાનોના નકુચાઓ તોડી તસ્કરો હાથ ફેરો કરી અંધારામાં પલાયન થઈ ગયા હતાં.
ઈદનો તહેવાર દરમ્યાન રાજાઓ હોઈ ત્રણ ઘરના સભ્યો બહારગામ ગયા હોઈ તે તકનો લાભ લઈને તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યાં હતા. જેમાંથી મોહસીન મૌલાના ઘરમાં થી તસ્કરો મોટી માત્રામાં ચોરી કરી હતી જેમાં ૫૪ હજાર રૂપિયા રોકડા એક લેપટોપ,એક મોબાઈલ, છ તોલા સોનાની ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું જયારે બીજા બે મકાનોમાંથી ચોરોને નિષફળ થવાનો વારો આવ્યો હતો.

મોનાપાર્ક માં ત્રણ મકાનોમાં ચોરી થાયાની જાણ બી ડિવિઝન પોલીસ મથકે કરાતા પોલીસ ચોરી વાળી જગ્યા પર પહોંચી તસ્કરો અંગેના સુરાગ એકત્રિત કરવા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
એકજ સોસાયટીમાં એકજ રાત્રીના થયેલ ચોરી અંગે સ્થાનિકો માં ફફડાટ ફેલાયો છે અને પોલીસ દ્રારા થતી ચોરીઓ અટકાવી ચુસ્ત નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગ કરવામાં આવી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




