*જેની જાણ હજુ સુધી પ્રજા ને કે લાખો રૂપિયા જમા કરનારા લાભર્થીઓ ને પણ કરાઈ નથી* .
*પોતાની નિષ્ફળતા છુપાવવા અધિકારીક માહિતી આપવામાં માં ગલ્લા-તલ્લા કરતા ગુજરાત હાઉસિંગ બોર્ડ ના અધિકારીઓ.* .
માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના સંકલ્પ મુજબ ૨૦૨૨ સુધી માં સૌને આવાશ આપવામાં માટે “પ્રધાનમંત્રી આવાશ યોજના” અમલ માં મૂકી છે. અને એ સંકલ્પ ને પુરા કરવા અર્થે ગુજરાત સરકાર ની મ્હાત્વકાક્ષી યોજના જેમાં “મુખ્ય મંત્રી ગૃહ યોજના” ના નામે ગુજરાત હોઉંસિંગ બોર્ડ દ્વારા દરેક શહેરો માં ગરીબ અને મધ્યમ વર્ગો ને પોષાય એવા સસ્તા ભાવે પોતાનું મકાન વસાવવા ની યોજના જાહેર અમલ માં મૂકી છે અને આ યોજના મુજબ રાજ્ય ના અનેક શહેરો માં મકાનો બનાવ્યા છે
અંકલેશ્વર ખાતે પણ ત્રણ વર્ષ પેહલા સપ્ટેમ્બર ,૧૬ માં આ યોજના માટે ની જાહેરાત કરવામાં આવી અંકલેશ્વર ના દરેક મુખ્ય રસ્તાઓ ઉપર “પ્રધાન મંત્રી આવાશ યોજના” અને “મુખ્ય મંત્રી ગૃહ યોજના” ના વડાપ્રધાન ના ફોટા સહિત મોટા બેનરો લગાવવામાં આવ્યા હતા, દરેક સમાચાર પત્રો માં આ યોજના ની પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. અંકલેશ્વર ના હસ્તી તળાવ ખાતે ની ગુજરાત હાઉસિંગ બોર્ડ ની માલિકી ની જગ્યા માં આ પ્રોજેક્ટ ઉભો કરવાનું પ્લાનિંગ થયું હતું. આ જાહેરાત ને પગલે સ્થાનિક પ્રજા માં આનંદ અને ઉત્સાહ હતો, લોકો એ બેંક માં ફોર્મ મેળવવા, દાખલાઓ કઢાવવા, સોગંદનામું કરવા, તેમજ બેંક માં પૈસા સહિત ફોર્મ જમા કરાવવા બેંકો માં કલાકો સુધી લાઈનો માં ઉભા રહ્યા હતા જે માટે લોકો એ પોતાના ધંધા રોજગાર, નોકરી માંથી સમય કાઢી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરી મકાન મળી જવાના સ્વપ્ન જોયા હતા. જેમના ડોક્યુમેન્ટ શરતો મુજબ માન્ય હતા તેમને પ્રથમ હપ્તા ભરવાનો પત્રો પણ મળ્યાહતા અને લોકોએ પ્રથમ હપ્તો પણ જમા કરી દેવામાં આવેલ હતો. જોકે એ વાત ને આજે ત્રણ વર્ષ પછી પણ અંકલેશ્વર ખાતે ની આ યોજના નો પાયો પણ નખાયો નથી જયારે આ સમયગાળા માં અન્ય જગ્યાએ મકાનો બની ગયા છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા આ બાબત માં તપાસ કરતા ગુજરાત હોઉંસિંગ બોર્ડ ના કાર્યપાલક અધિકારી શ્રી હિમાંશુ રાય સાહેબે જણાવ્યું હતું કે આ યોજના ને પડતી મુકવામાં આવી છે વધુ વિગત આપવા માટે અધિકારીઓ ગલ્લા-તલ્લા કરતા જણાયા હતા અને રૂબરૂ માં ચર્ચા માટે આવવવાનું કેહતા હતા. હાલ આ યોજના માં કેટલાક ટેકનીકલી મુદ્દાઓ ને લીધે જમીન N/A ના થઇ શકવાના કારણે યોજના પડતી મુકવામાં આવી છે અને અમો દ્વારા અધિકારીક પરિપત્ર ની માંગણી કરવામાં આવતા એ બાબતે સ્પસ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે આ બાબત ઉપલા અધિકારી જ અધિકારીક પરિપત્ર આપી શકે છે. જયારે એક સમાજ સેવક દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ આ બાબતે માહિતી માંગી તો ત્યાં પણ અરજી તબદીલ કરી દેવામાં આવી જ્યાંથી સમય મર્યાદા વીતી જવા છતાં માહિતી આપવામાં આવી નથી. સલીમ પટેલે વધુ માં જણાવ્યું હતું કે જગ્યા ની પસંદગી અને પછી તેને N.A. ના કરાવવી બાબત માં અધિકારીઓ ની ભૂલ કે બેદરકારી દેખાય છે.આવી મહત્વકાન્ક્ષી યોજના ના અમલ માં સરકાર ના જ અલગ-અલગ ખાતાઓ માં સમન્વય ના હોવાને કારણે આ પ્રોજેક્ટ ને અભરાઈએ ચઢાવી દેવામાં આવ્યો છે. અને સૂચિત પ્રોજેક્ટ ની કોઈ એક જગ્યા માટે માટે કોઈ ટેકનીકલ ભૂલ હોય તો અન્ય જગ્યાએ પ્રોજેક્ટ કરવું જોઈએ નહી કે આ યોજના ને પડતી મુકવી. સરકાર પાસે જ્યાં ઈચ્છા શક્તિ હોય તો બધું જ શક્ય થાય છે જેના ઉદાહરણો બુલેટ ટ્રેન માટે ની જગ્યા માટે,રેલ્વે કોરીડોર માટે કે સરદાર પટેલ સ્ટેચ્યુ નજીક બનનારા પ્રવાસધામ માટે ની જગ્યા સમ્પાદન કરવા ની હોય તો તે થઈ જાય છે જયારે ગરીબ અને મધ્યમ વર્ગ માટે હેક્ટર બે હેક્ટર જગ્યા ના મળે ? ગુજરાત હાઉંસિંગ બોર્ડ પાસે અમારી માંગણી છે કે જો કોઈ એક જગ્યામાં વાંધો પડતો હોય અંકલેશ્વર માં કોઈ અન્ય જગ્યાએ આ યોજના ને અમલ માં મુકવી જોઈએ. સરકાર પાસે ઘણા બધા વિકલ્પો છે. જી.આઈ.ડી.સી. માં પણ સરકારી જગ્યા મેળવી શકાય છે.
હાલ અધિકારીઓ દ્વારા મોખિક એ વાત તો સ્વીકારવામાં આવે છે કે યોજના ને પડતી મુકવામાં આવી છે. પરંતુ વર્ષો થી લાખો રૂપિયા જમા કરાવનારા લાભાર્થીઓ ને પણ અધિકારીક રીતે આ વાત ની કોઈ જાણકારી આપવમાં આવી નથી. અને લાભાર્થીઓ ની જમા રકમ વિષે પૂછે તો જમા રકમ લઈ જવાનું કેહવામાં આવે છે ત્રણ વર્ષ પેહલા જે રકમ જમા કરાવી એ જ આપવાનું કેહવામાં આવે છે તેની પાછળ થયેલ ખર્ચ અને અત્યાર સુધી લાખો રૂપિયા જમા રહ્યા તેનો વ્યાજ નો વધારો આપવા નો ઇનકાર કરવામાં આવે છે. આમ હાલ તો ગરીબ અને મધ્યમ વર્ગો ના પરિવારો માટે મકાન નું સ્વપ્ન પૂરું થતું દેખાતું નથી અને ૩ વર્ષ પેહલા મહા મુસીબતે જમા કરેલી રકમ વગર વ્યાજે કે વગર ખર્ચે મેળવવાનું કેહવામાં આવે છે. આ યોજના માટે સ્થાનિક આગેવાનો આગળ આવી પેહલ કરે એવી લાભાર્થીઓ ની લાગણી છે .
સલીમ પટેલ
પ્રકૃતિ સુરક્ષા મંડળ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




