નર્મદામાં સ્વતંત્ર ગ્રામ પંચાયત આપવામાં અખાડા કરતી સરકાર સામે આમું સંગઠન લડાયક મૂડમાં  

0
391

નર્મદા જીલ્લા આમૂ સંગઠન દ્રારા આગામી 14 મી એ રેલી અને ધરણા પ્રદશર્ન 

રાજપીપળા : નર્મદા જીલ્લા આમૂ સંગઠન દ્રારા આગામી 14 મી ઓક્ટોમ્બરે એક વીશાળ રેલી સાથે ધરણા પ્રદર્શન ની જાહેરાત કરવામાં આવતા તંત્ર હવે આમું સંગઠનની સ્વતંત્ર ગ્રામ પંચાયતની માંગ બાબતે નરમ પડશે કે ઓરમાયું વલણ જ ચાલુ રાખશે એ જોવું રહ્યું.

આમું સંગઠનના હોદ્દેદારોની ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે મળેલી મિટીંગમાં દરેક ગામને સવતંત્ર ગ્રામ પંચાયત અપાવવા બાબતે ઘણા સમય થી ચાલતા આંદોલન બાદ પણ સરકાર નમતું ન મુકતા આખરે તા.14/10/2019 ના રોજ રાજપીપળાના કાલા ઘોડા પાસેથી એક રેલી યોજી નર્મદા કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી ધરણાં પ્રદર્શન કરવાનુ નક્કી કરવામાં આવ્યુ હોય ત્યારે મિટિંગમાં લેવાયેલા આ નિર્યણ બાદ વહીવટી તંત્ર હચમચી ઉઠ્યું છે કેમકે આ રેલી અને ધરણા પ્રદર્શનમાં ખુબ મોટી સંખ્યામાં નર્મદા જીલ્લાના અલગ અલગ ગામોના આદિવાસી ભાઈઓ પોતાના ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત મળે એ માટે જોડાશે એમ આમું સંઘટન નર્મદાના પ્રમુખ મહેશભાઈ વસાવા એ જણાવ્યું હતું.

ચીફ રિપોર્ટર, નર્મદા,ભરત શાહ, મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY