મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે હળવદ તાલુકાની અંદર સારો વરસાદ હોવાને કારણે સ્થાનિક જળાશયો પણ છેલ્લા ત્રણ દિવસથી ઓતપ્રોત થઈ રહ્યા છે જેથી કરીને તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે, મોરબી જીલ્લાના હળવદ તાલુકાના કડીયાણા ચરાડવા સુદંરીભવાની, પાડતિરથ, સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર રવિવાર રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસાદ પડતા ગ્રામ્ય ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ હતુ, સાથે સાથે માલધારીઓના માલ ઢોર ને પણ નુકસાન થયું હતુ, કડીયાણા પંથકમાં ભારે વરસાદ કારણે માલધારી ભરવાડ હમીરભાઈ કમાભાઈ ના વાડા મા રાખેલ ૧૨૫ જેટલા ઘેટા બકરા ઉપરવાસ ના પાણી ના કારણે ૬૯ ધેટાબકરા કરણમોત થયા હતા, ૨૧ બકરા પાણી માં તણાય ગયા હતા, ૪ ભેસ તણાય હતી, ૩૫ જેટલા ઘેટા બકરા નો બચાવ થયો હતો,
આ અંગેની જાણ હળવદ મામલતદાર વી.કે. સોલંકીને કરાતા ટીડીઓ અમિતભાઈ રાવલ, પશુપાલન ડો, એન, ટી, નાયકપરા, બી, એન, કણઝરીયા, હળવદ ના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, કડીયાણ ના આગેવાન અશોકસિહ, વિશાલભાઈ ત્રિવેદી , કરશનભાઈ ભરવાડ, સહીતના ગ્રામજનો ધટના સ્થળે દોડી ગયા હતા,
* હળવદ મામલતદાર વિ,કે, સોલંકીએ જણાવ્યું હતું કે રવિવાર રાત્રીના હળવદ તાલુકાના કડીયાણા ચરાડવા સુદંરીભવાની વગેરે વિસ્તારમાં ભારે વરસાદ ના કારણે ખેતી ને એમ જ માલધારીઓના ભારે નુકસાન થયું છે પાણીના નિકાલ કરવા માટે નર્મદા નિગમની કેનાલને તોડીને કેનાલમાં પાણીનો નિકાલ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે ,
* પશુપાલન ડો.એન,ટી, નાયક પરા એ જણાવ્યું હતું કે 69 જેટલા ઘેટા બકરાના મોત થયા છે જ્યારે 21 ઘેટા બકરા 4 ભેસ પાણીમાં તણાઈ ગયા છે અને બચી ગયેલા ૩૫ જેટલા ઘેટા બકરાને સારવાર આપવામાં આવી રહી છે, મુતક ધેટાબકરા પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,
મયુર રાવલ હળવદ
9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




