ઉમરાળા તાલુકાની શ્રી રતનપુર પ્રા.શાળામાં વાર્ષિકોત્સવ નિમિત્તે ગાંધી નિર્વાણ દિને “એક શામ ગાંધીબાપુ કે નામ” શીર્ષક હેઠળ ધો.૧ થી ૮ ના બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે ૯:૦૦ કલાકે યોજવામાં આવ્યો.જેમાં બાળકોએ અભિનયગીતો,નાટકો,માઈમ,ડાન્સ વગેરે દેશભક્તિ સભર અને સાંપ્રત સમસ્યાને લગતી કૃતિઓ પોતાની શૈલીમાં ખૂબ સુંદર રીતે રજુ કરી.સાથે સાથે બાળકોને નવાજવા ઈનામ વિતરણ અને વ્યસનમુક્તિના કાર્યક્રમ પણ આયોજીત થયા.રામ રહીમ વ્યસનમુક્તિ ગ્રુપ દ્ગારા વ્યસન અંગે સરસ હાજી જબ્બાર બાપું થકી માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમને શોભાવવા ગામના સરપંચ,ઉપસરપંચ,વડીલો,યુવાનો,બહેનો મોટી સંખ્યામાં હાજર રહેલ.ઉમરાળા થી “સત્ય પ્રેમ કરુણા” ગ્રુપ ના સભ્યો યે પણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય,શિક્ષકો અને SMCના સભ્યોએ ભારે જહેમત ઉઠાવેલ.
તસ્વીર તોફીક આરબ,ભાવનગર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




