ખેડૂતોને મહેનત રંગ લાવી : જાતે બાંધેલા બંધારાથી ૫૦૦ એમસીએફસી પાણીનો સંગ્રહ થયો

0
16

ભાવનગર,તા.૨૫
ભાવનગરના તળાજા તાલુકાના મેથળા ગામમાં જૂન માસમાં ખેડૂતોની મહેનત રંગ લાવી છે. જૂન માસમાં અઢી મહિના સુધી જાત મહેનતથી ખેડૂતો અને લોકભાગીદારીથી બાંધેલા મેથળા બંધારામાં ૫૦૦ MCFC પાણીનો સંગ્રહ થયો છે. જેના કારણે આ વિસ્તારના ૧૦ જેટલા ગામની ૧૫૦૦ હેક્ટર જમીનને જીવનદાન મળ્યું છે.
ખેડૂતો પોતાના ખેતરમાં પિયત કરી રહ્યા છે. જ્યાં છ મહિના પહેલા બગડ નદી પર દરિયાના ખારા પાણી હતી. ત્યાં હવે વરસાદના પાણીનો સંગ્રહ થયો છે અને જ્યાં ખારોપટ હતો તે જમીન પર હવે હરિયાળી લહેરાઈ રહી છે. જેના કારણે ખેડૂતોએ હવે હિજરત નહીં કરવી પડે.
મહત્વનું છે કે મેથળા બંધારાની યોજના સરકારે ૧૯૮૫માં જાહેર કરી હતી અને ત્યાર બાદ ચૂંટણી વખતે માત્ર વાયદાઓ કરીને સરકારે આ કાર્ય લટકાવી રાખ્યું હતું. જેથી કંટાળેલા લોકોએ જાત મહેનતે મેથળા બંધારો બાંધ્યો હતો અને અઢી મહિના સુધી ૧૦થી ૧૨ ગામના લોકોએ જાત મહેનતે મેથળા બંધારો બાંધ્યો હતો. ત્યારે આ બંધારો બાંધવા મહેનતે કરેલી મહેનત હવે રંગ લાવી છે.
ખારાપટમાં ખેડૂતોએ મીઠા પાણીનો સંગ્રહ કરીને ૧૫૦૦ હેક્ટર જમીનમાં ખેતી શરૂ કરી છે અને આ બંધારો બાંધીને ખેડૂતોએ અન્ય ખેડૂતોને પણ એક નવી દિશા ચીંધી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY