દુબઈ,તા.૩૧
આઇસીસીના સીઇઓ ડેવ રિચર્ડસને ભારતીય ટીમને વનડે વિશ્વ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર ગણાવી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ વિકેટકિપર બેટ્સમેન રિચર્ડસને વર્તમાન ભારતીય ટીમને અત્યંત સંતુલિત ગણાવી છે. તેમણે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની સાથે વિરાટ કોહલીની ટીમને પણ વિશ્વ કપ માટે પ્રબળ દાવેદાર ગણાવ્યા છે.
રિચર્ડસને જણાવ્યું હતું કે, વિશ્વ કપ ૨૦૧૯માં ૧૦ સર્વશ્રેષ્ઠ ટીમ ભાગ લેશે. ભારત આ સમયે અત્યંત સારું પ્રદર્શન કરી રહી છે અને વિશ્વ કપ માટે પ્રબળ દાવેદાર છે. ઇંગ્લેન્ડ વનડેમાં સર્વશ્રેષ્ઠ ટીમ છે જ્યારે દક્ષિણ આફ્રિકા પણ સારુ પ્રદર્શન કરી રહ્યું છે. વિશ્વ કપ કોણ જીતશે તેની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.
તેમણે કોહલીની ટીમની સરખામણી સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ટીમ સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન ટીમ દરેક રીતે મજબૂત છે જ્યારે પહેલાની ટીમો બોલિંગમાં નબળી હતી. ગાંગુલીની આગેવાની હેઠળ ભારતીય ટીમે વિશ્વ કપ ૨૦૦૩માં ફાઈનલ સુધી પહોંચી હતી.
રિચર્ડસને જણાવ્યું હતું કે, ભારતે ગત ચાર-પાંચ વર્ષોમાં જેવી રીતે પ્રગતિ કરી છે તે અદ્ભૂત છે. સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ મજબૂત હતી. ગાંગુલીની ટીમમાં વીરેન્દ્ર સહેવાગ, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ જેવા બેટ્સમેન હતા જો કે તેમની બોલિંગ થોડી નબળી હતી જેથી ટીમ કેટલીક વાર જીત મેળવી શકતી નહતી. વર્તમાન ટીમ સંતુલિત છે. ટીમનું બોલિંગ આક્રમણ પણ મજબૂત છે અને તેમને માત આપવું સરળ નહી હોય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



