ભાવનગર,તા.૪
વિરલભાઈ દવે કંડક્ટર મહુવા ડેપો ભાવનગર વિભાગ જેઓ ડ્યુટી લિસ્ટ બનાવવાની કામગીરી કરે છે અને ડ્રાઈવર-કંડક્ટરને ફિક્સ રૂટમાં ફરજ આપવાના બદલામાં ખુલ્લેઆમ વિદેશી શરાબના નંગની માંગણી કરે છે અને પોતે ડેપો મેનેજર હોય તેમ કર્મચારીઓ ઉપર રોફ જમાવીને ડેપો મેનેજરની રહેમ નજર હેઠળ કામદારોને બાનમાં રાખીને મનસ્વી રીતે કંડક્ટર હોવા છતાં કંડક્ટરની ફરજ વર્ષોથી બજાવતા નથી અને હંમેશા નશો કરીને જ ડ્યૂટી લીસ્ટની કામગીરી કરતા હતા. આવા તત્વો સામે કોઇ પગલાં લેવાયાં નથી.
પરંતુ આ કર્મચારીએ લાંચરૂપે દારૂની બોટલની માંગ કર્યાનો અને થાય તે કરી લેવાની અને એમડી સુધી જવાની છૂટ આપવાનું કહેતો હોય તેવો વીડિયો કોઇએ ઉતારી લેતાં તે વાયરલ થતાં આ વીડિયો ભાવનગર ડીસી એમ.પી.પટેલના ધ્યાને આવતાં તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરી દેવાયો છે. ડીસી એમ.પી. પટેલે કહ્યું કે હાલ કંડક્ટર વિરલને વાયરલ વીડિયોના પુરાવાને આધારે તત્કાલ સસ્પેન્ડ કરી દેવાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




