ભોપાલ,તા.૧૬
વિવાદાસ્પદ રિયાલિટી ટીવી શો બિગ બોસમાં સામેલ થવા માટે અલગ અલગ ક્ષેત્રના જાણીતા ચહેરાઓને આમંત્રણ મોકલાતુ હોય છે.
બિગ બોસની નવી સિઝન માટે સ્પર્ધકોની શોધ શરૂ થઈ ગઈ છે ત્યારે એવા અહેવાલો મળ્યા છે કે, મધ્યપ્રદેશના આઈપીએસ ઓફિસર અને ઉજૈજન જિલ્લાના એસપી સચિન અતુલકરે બીજી વખત પણ બિગ બોસમાં સામેલ થવાની ઓફર ઠુકરાવી દીધી છે.
અતુલકર પોતાની ફિટનેસ અને આકર્ષક વ્યકિતત્વના કારણે સોશ્યલ મીડિયામાં છવાયેલા રહે છે. તેમના લાખો ફોઓલર્સ પણ છે. જાકે સચિને નોકરી અને વ્યસ્તતાના કારણને આગળ ધરીને ૧૩મી સિઝનમાં ભાગ લેવાના પ્રસ્તાવ પર ના પાડી દીધી છે. અતુલકર પોતે સલમાનખાનના ફેન છે.
સચિન ૨૨ વર્ષે જ આઈપીએસ ઓફિસર બની ગયા હતા. તેઓ એમપીના જ રહેવાસી છે. પોલીસ અધિકારી તરીકે તેઓ અગાઉ અન્ય બે જિલ્લાઓમાં પણ એસપી તરીકે ફરજ બજાવી ચુકવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





