ભાજપ સાંસદ નરસિમ્હા રાવની કારે બે મહિલાને અડફેટે લીધી : ૧નું મોત

0
11

ગુંટુર,તા.૨૫
ભાજપ સાંસદ નરસિમ્હા રાવની કારે આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં ૨ મહિલાઓને ટક્કર મારતા એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે બીજી મહિલાને ઈજા થતા તે હાલ સારવાર હેઠળ છે અને હાલત ગંભીર છે.
જા કે, પોલીસે અકસ્માત બાદ કાર જપ્ત કરી અને કાર ચાલકની ધરપકડ કરી છે. બીજી તરફ, એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, દુર્ઘટના બાદ કારમાં સવાર સાંસદ નરસિમ્હા રાવ ઈજાગ્રસ્તોની મદદ કરવાના બદલે ત્યાંથી ચાલતી પકડી. પોતાની કાર અને કાર ચાલકને ત્યાં મૂકીને તેઓ આગળ ચાલ્યા ગયા હતા.
તો આ વચ્ચે સાંસદ નરસિમ્હા રાવે ટ્‌વીટ કરીને ખુલાસો આપતા કહ્યં કે, દુર્ઘટના સમયે હું પાછળની સીટ પર સૂઈ રહ્યો હતો. હું પોલીસ આવી ત્યાં સુધી ઘટનાસ્થળે ૪૫ મીનીટ સુધી રોકાયો હતો. બાદમાં ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ લઈને આવ્યો.
જ્યારે મૃતક મહિલાને અન્ય એક વાહનમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હું તેમના પરિવારને મળીશ. આ દુર્ઘટના ગુંટુર જિલ્લાના કોલાનુકોંડા પાસે નેશનલ હાઈવે પર થઈ હતી.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY