પૈતૃક સંપત્તિ વેચવાથી પિતાને રોકી ન શકાય : સુપ્રીમ કોર્ટ

0
103

સુપ્રિમે ૫૪ વર્ષ જૂના કેસમાં ચુકાદો આપ્યો,પિતાના નિર્ણયને પુત્રએ ૧૯૬૪માં પડકાર્યો હતો
ન્યુ દિલ્હી,તા.૨૫
સુપ્રીમ કોર્ટે એક ફેંસલામાં જણાવ્યુ છે કે પારિવારીક દેવુ ચુકવવા કે અન્ય કાનૂની જરૂરીયાતો માટે જો પરિવારનો વડો પૈતૃક સંપત્તિ વેંચે તો પુત્ર કે અન્ય હિસ્સેદાર તેને કોર્ટમાં પડકારી ન શકે.
આવુ કહેતા સુપ્રીમ કોર્ટે ૫૪ વર્ષ પહેલા દાખલ થયેલ એક કેસને ફગાવી દીધો છે. કોર્ટે કહ્યું છે કે, એક વખત એ સાબિત થઈ જાય કે પિતાએ કાનૂની જરૂરીયાત માટે સંપત્તિ વેંચી છે તો હિસ્સેદાર તેને કોર્ટમાં પડકારી ન શકે. આ મામલામાં પુત્રએ પોતાના પિતા વિરૂદ્ધ ૧૯૬૪માં એક કેસ દાખલ કર્યો હતો. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા અકિલા અને ફેંસલો આવ્યો ત્યાં સુધીમાં પિતા અને પુત્ર બન્ને મૃત્યુ પામ્યા હતા પરંતુ વારસદારોએ કેસ ચાલુ રાખ્યો હતો.
જસ્ટીસ એ.એમ. સપ્રે અને એસ.કે. કોલની ખંડપીઠે આ ફેંસલો સંભળાવતા કહ્યું હતુ કે હિન્દુ કાનૂનની કલમ ૨૫૪માં પિતા દ્વારા સંપત્તિ વેંચવાની અંગેની જોગવાઈ છે. આ મામલામાં પ્રિતમસિંહના પરિવાર પર બે કેસ હતા અને તેમને ખેતીની જમીનમાં સુધારા કરવા માટે પૈસાની પણ જરૂરીયાત હતી. ખંડપીઠે કહ્યું છે કે, પ્રિતમસિંહના પરિવાર પર દેવુ હોવાને કારણે તેને પુરો અધિકાર હતો કે સંપત્તિ વેંચી દે.
કલમ ૨૫૪-૨ મા જોગવાઈ છે કે, જેની પાસે સ્થાવર જંગમ મિલ્કત હોય તે વેંચી શકે છે. એટલુ જ નહિ તે પુત્ર અને પૌત્રના હિસ્સાને પણ દેવુ ચૂકવવા માટે વેંચી શકે છે પરંતુ આ દેવુ પૈતૃક હોવુ જોઈએ અને કોઈ અનૈતિક કે ગેરકાનૂની કાર્ય માટે પેદા થયેલુ ન હોવુ જોઈએ. કોર્ટે કહ્યું છે કે, પારીવારિક વ્યવસાય કે અન્ય જરૂરી ઉદ્દેશ કાનૂની જરૂરીયાતો હેઠળ આવે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY