બોટાદ એલ.સી.બી.એ ઢસાના પાટણા ગામેથી વિદેશી દારૂ સાથે એકને પકડી પાડ્યો

0
23

નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર અશોકકુમાર યાદવ દ્વારા દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવા સુચના કરેલ જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા બોટાદ જીલ્લામાં પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ કરવા કડક સુચના આપેલ હોય, જે અન્વયે બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી ના માર્ગદર્શન હેઠળ બોટાદ એલ.સી.બી. સ્ટાફના હે.કો. લક્ષ્મણદેવસિંહ, હે.કો. જીજ્ઞેશભાઇ, પો.કો. બળદેવસિંહ, પો.કો. જયપાલસિંહ, પો.કો. ક્રિપાલસિંહ, નાઓ ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, પાટણા ગામની સીમમાં ખીજડીયા ગામે જવાના રસ્તે ભગીરથસિંહ છોટુભા ગોહીલ રહે.પાટણા વાળાની વાડી આવેલ હોય તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ છે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા (૧) રોયલ ચેલેન્જ ફાઇનેસ્ટ પ્રીમીયમ વિસ્કી ની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૦૨ જેની કી.રૂ.૭૫૦/- તથા (૨) એપીસોડ ક્લાસીક વિસ્કી ની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૦૪ જેની કિં.રૂ.૧૫૦૦/- એમ મળી કુલ બોટલ નંગ-૦૬ જેની કુલ કી.રૂ.૨૨૫૦/- નો મુદામાલ ભગીરથસિંહ છોટુભા ગોહીલ રહે.પાટણા તા.ગઢડા જી.બોટાદ વાળાની વાડીએથી મળી આવેલ જેને ઢસા પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે

રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY