નવનિયુક્ત ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવે હજી ચાર્જ સંભાળ્યા ને થોડા દિવસ જ થયા છે ત્યારે આજરોજ તેવો એ બોટાદ ની મુલાકાત કરી હતી.

ભાવનગર રેન્જ આઈજી.અશોકકુમાર યાદવે આજે બોટાદ ની મુલાકાત લીધી હતી.જેમાં બોટાદ સર્કિટ હાઉસ ખાતે રેન્જ આઈજી.અશોકકુમાર યાદવ નુ બોટાદ એસ.પી.હર્ષદ મહેતા દ્વારા ફુલહાર આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ.તેમજ ડી.વાય.એસ.પી.ચૌહાણ અને ડી.વાય.એસ.પી.મુંધવા એ પણ રેન્જ આઈજી ને ફુલહાર આપી સ્વાગત કર્યુ હતુ. રેન્જ આઈ જી અશોકકુમાર યાદવે સર્કિટ હાઉસ ખાતે બોટાદ જીલ્લા ના તામામ પી.આઈ.અને પી.એસ.આઈ.સાથે મીટીંગ કરી હતી જેમાં બોટાદ જીલ્લાના તમામ પી.આઈ. અને પી.એસ.આઈ.હાજર રહ્યા હતા
રિપોર્ટર-વિપુલ લુહાર,બોટાદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




