રાજપીપળા : તિલકવાડાના ગોલાતલાવડી ગામે એક પૂર ઝડપે જતી બાઈક સ્લીપ થઇ જતા બાઈક સવાર બંને યુવાનો ફંગોળાઈ ગયા જેમાં એકનું મોત નીપજ્યું જયારે બીજાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડાના રેંગણ ગામે રહેતા અંકિત અશોક તડવી પોતાની મોટર સાયકલ લઈને તિલકવાડા તરફ જતો હતો જેની સાથે રેંગણ ગામનો જ અવિનાશ દશરથ વસાવા પાછળ બેઠો હતો, પુરઝડપે બાઈક જવા દેતા ગોલાતલાવડી ગામ પાસે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી. જેમાં બન્ને બાઈક સવારોને ગંભીર ઈજાઓ પહોચતા તિલકવાડા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા જ્યા સારવાર દરમ્યાન અવિનાશ દશરથ વસાવાનું મોત થઇ હતું.જયારે બાઈક ચાલાક અંકિતને ગંભીર ઇજા થઇ હોય સારવાર હેઠળ છે, તિલકવાડા પોલીસે અંકિત વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





