બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના દેવળીયા ગામે જુગાર રમતા ઇસમો ઉપર રેડ કરતા ૬ જુગારીઓને રોકડા ૫૧૧૦ સાથે રાણપુર પોલીસે ઝડપી પાડ્યા છે
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાણપુરના દેવળીયા ગામે પરામાં જાહેરમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રાણપુર પોલીસ દ્વારા દેવળીયા ગામે રેડ કરતા ૬ ઇસમો જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા જેમાં વિનોદભાઈ જીવાભાઈ શિયાળીયા,મુકેશભાઈ સાગરભાઈ કોલાદરા,રમેશભાઈ દેવજીભાઈ તલસાણીયા,જવેરભાઈ નરશીભાઈ જેજરીયા,ચંદુભાઈ ભાવુભાઈ તલસાણીયા,પ્રવીણસિંહ દલુભા પરમાર તમામ રહે દેવળીયા આ ઇસમોને રોકડા ૫૧૧૦ રૂપિયા સાથે ઝડપી જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ એ.એસ.આઈ-સી.એન.રાઠોડ કરી રહ્યા છે
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





