પત્રકારની હત્યાની ન્યાયિક તપાસ ન થાય તો તમામ કાર્યક્રમનો બહિષ્કાર કરાશે
હળવદમાં પત્રકારો તેમજ પ્રિન્ટ મીડિયાએ અમદાવાદના પત્રકારની હત્યાના ઘટના બની તે વખોડી કાઢી તેને લઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું પ્રિન્ટ મિડીયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પત્રકારો, કેમેરામેન અને ફોટોગ્રાફરોએ તેમજ મીડિયાના મામલતદાર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે તમામ સરકારી કાર્યક્રમનો બહિષ્કારની ચિમકી ઉચ્ચારી હતી.
હળવદ પત્રકાર સંઘ દ્વારા આજે હળવદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું જેમાં તાજેતરમાં અમદાવાદમાં ખાનગી ટીવી ચેનલના પત્રકાર ઉપર ફરજ બજાવતી વેળાએ હત્યા થવા પામી હતી આથી પત્રકાર ઉપર થયેલ હુમલો અને મોતની ઘટનાને હળવદ પત્રકારો તેમજ પ્રિન્ટ મીડિયાએ વખોડી કાઢી હતી તેમજ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય અને હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લઈને ન્યાયીક તપાસની માંગ ઉઠાવી હતી.આજે હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ પત્રકાર સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે
ખાનગી ટીવી ચેનલના પત્રકારની હત્યા મામલે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો હળવદના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો દ્વારા કાર્યક્રમ બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




