જિલ્લા પોલીસ વડા સહીતના પોલીસ કાફલાએ રાણપુરમાં વહેલી સવારે દારૂ અડ્ડાઓ ઉપર પાડ્યા દરોડા

0
16

દેશી દારૂના ત્રણ કેસ સહીત મહીલા બુટલેગરને ત્યાંથી રોકડા ૬,૨૯,૫૭૦ જપ્ત કર્યા

ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા દારૂ-જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા ખાસ ડ્રાઈવ આપવામાં આવેલ હોય જેની અસરકારક અમલવારી કરવા ભાવનગર રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવની સુચના તેમજ માર્ગદર્શન મુજબ બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા પરેડ ગ્રાઉન્ડમાં પી.ટી. પરેડ પુરી થયા બાદ સરપ્રાઈઝીંગ રેઈડનું આયોજન કરેલ અને જાતે હાજર રહી માર્ગદર્શન પુરું પાડેલ.પરેડમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ આવેલ. ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી ઝેઙ.આર.દેસાઇ તથા એલ.સી.બી. પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી, રાણપુર પો.સ.ઇ. એમ.જે.સાગઠીયા તથા ગઢડા સેકન્ડ પો.સ.ઇ. બી.એલ.રાવલ તથા જીલ્લા ક્યુ.આર.ટી. ટીમના પો.સ.ઇ. કારેટીયા એ અલગ અલગ ટીમો બનાવી રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રેઈડો કરવામાં આવેલ અને રાણપુર ટાઉન વિસ્તારના પ્રોહી બુટલેગર (૧) દેવુબેન W/O બુધાભાઇ રામજીભાઇ બારૈયા (૨) ફિરોજ ઉર્ફે ટીકડી લતીફભાઇ વડીયા તથા (૩) ઇલ્યાસ ઉર્ફે ઇલ્યો લતીફભાઇ વડીયાના રહેણાંક મકાનેથી દેશીદારૂ મળી આવતા તેઓના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે અને રાણપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને કુલ ૧૨ લીટર દારૂ કબ્જે કરવામાં આવેલ અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ પ્રોહી બુટલેગર દેવુબેન વા/ઓ બુધાભાઇ રામજીભાઇ બારૈયાના રહેણાંક મકાનની ઝડતી તપાસ દરમ્યાન મજકુર સ્ત્રી ઇસમના રહેણાંક મકાનેથી જુદાજુદા દરની ચલણી નોટો કિ.રૂ. ૬,૨૯,૫૭૦/- (છ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો સિત્તેર) મળી આવતા અને આ રોકડ રકમ અંગે મજકુર સ્ત્રી ઇસમ પાસે કોઇ આધાર પુરાવા ન હોય તેમજ કોઇ સંતોષકારક જવાબ ન હોય જેથી આ રોકડ રકમને સી.આર.પી.સી. ક. ૧૦૨ મુજબ શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી મજકુર સ્ત્રી ઇસમને સી.આર.પી.સી. ક. ૪૧(૧) ડી મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ અને આ શક પડતી મિલ્કત અંગે રાણપુર પી.એસ.આઇ.એમ.જે.સાગઠીયા આગળની કાર્યવાહી ચલાવી રહ્યા છે.

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY