રાણપુરમાં ગીબરોડ ઉપર વરસાદી પાણી ભરાતા ગ્રામ પંચાયતે પાણી નિકાલ માટે ભુગર્ભ ગટર તોડી
ભુગર્ભ ગટરના ઢાંકણા પાસે તોડી પાણીનો નિકાલ કર્યો ત્યાં ગટરના ઢાંકણા જ તુટી ગયા
બોટાદ જીલ્લાના રાણપુરમાં ધીમીધારે વરસાદ વરસતા ગીબરોડ ઉપર અને પોલીસ સ્ટેશન થી બસસ્ટેશન સુધીના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ જતા રાણપુર ગ્રામ પંચાયતે આ પાણીના નિકાલ માટે ભુગર્ભ ગટર લાઈનના ઢાંકણા પાસે કોસ અને ત્રીકમથી હોલ પાડતા પાણી તો બધ્ધુ ભુગર્ભ ગટરમાં જતુ રહ્યુ જ્યા વરસાદી પાણીના નિકાલ માટે તોડવામાં આવતા આખા ઢાંકણા તુટીજતા ગ્રામ પંચાતની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.આ બાબતે મળતી માહીતી મુજબ રાણપુરમાં પોલીસ સ્ટેશન થી બસસ્ટેશન સુધીના રોડ ઉપર ત્રણ થી ચાર મોટી સ્કુલ,ત્રણ થી ચાર મોટીબેન્કો અને બસ સ્ટેશન આવેલુ છે જેના લીધે અસંખ્ય મોટા વાહનોની અવર જવર રહે છે.બે દિવસ પડેલા વરસાદના લીધે આ રોડ ઉપર પાણી ભરાય ગયા હતા હવે આ પાણીના નિકાલ માટે અંડર ગાઉન્ડ ભુગર્ભ ગટર તોડી પાણીનો નિકાલ કરાયો જ્યારે આજે આ ભુગર્ભ ગટરના ઢાંકણા તુડી જતા ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી છે.આ તુટેલા ઢાંકણા મોટો અકસ્માત સર્જશે તેવુ લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે.અંદાજે ૨૦ ફુટ જેટલી ઉંડી આ ગટર માં મોટો અકસ્માત સર્જાયો તો જવાબદારી કોની.આ તુટેલા ઢાંકણા જીવલેણ સાબીત થાય કોઈનો જીવ લે એ પહેલા નવા ઢાંકણા મુકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





