રાણપુરમાં ગેરેજ એસોસીએશનનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

0
9

રાણપુરના તમામ ગેરેજવાળા હાજર રહીને એસોસીએશનને મજબુત બનાવવાની નેમ લીધી

બોટાદ જીલ્લાના રાણપુરમાં સીરી હોટલ ખાતે ગેરેજ એસોસીએશન નો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાણપુર ના તમામ ગેરેજવાળા આ સ્નેહ મિલનમાં હાજર રહ્યા હતા.અને આગામી.દિવસોમાં એસોસીએશન વધુ મજબુત બનાવવાની નેમ લીધી હતી.હાજર રહેલા ગેરેજના તમામ.લોકોએ એકબીજાને માહીતી આપવામાં આવી કે પોત પોતાના ધંધામાં કંઈ રીતે આગળ આવવુ.ગેરેજે આવતા દરેક ગ્રાહક નુ સંતોષકારક કામ કરીને નામના મેળવી તેનો વિશેષ માહીતી આપવામાં આવી હતી.જ્યારે ગેરેજ એસોસીએશનમાં જોડાયેલા કોઈપણ સભ્ય ના ઘરે મૃત્યુ થાઈ તો તેને પાંચ થી છ હજાર સુધી ની સહાય આપવાની પણ જાહેરાત કરાઈ હતી,સૌ પ્રથમ વાર યોજાયેલા આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રમુખ ઉપ.પ્રમુખ સહીતના હોદ્દેદારોની નિમણુક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ઇલ્યાસભાઈ ખલાણી(કે.જી.એન.ઓટો),ઉપ.પ્રમુખ તરીકે ગનુભા પરમાર(અમન ઓટો),ઉપ.પ્રમુખ તરીકે ઈમરાન ખલાણી(એ.ટુ.ઝેડ.ઓટો),મંત્રી તરીકે ઈનુસભાઈ શેખ(અનવર ઓટો)આ નિમણુક કરાયેલા હોદ્દેદારો નુ ફુલહાર પહેરાવી ને સન્માન કરવામાં આવ્યુ હતુ. જ્યારે ઉપ પ્રમુખ ગનુભા પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે ગેરેજ એસોસીએશનનુ આ પ્રથમ સ્નેહ મિલન છે અમારૂ ગેરેજ એસોસીએશન વધુજબુત બનાવશુ અને ગેરેજ એસોસીએશન દ્વારા રાણપુરમાં સામાજિક કાર્યો તથા સેવાકીય કાર્યો નિસ્વાર્થ ભાવે કરવામાં આવશે

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY