ભુખથી બેહાલ દોઢ વર્ષની પુત્રીએ ખાવાનું માંગતા બાપે કરી નાંખી હત્યા

0
6

જબલપુર,તા.૨૦
દેશમાં ભલે વિકાસની વાતોના બણગાં ફુકાતા હોય પરંતું એવી સચ્ચાઇઓ સામે આવી રહી છે કે જે સાંભળી આંખો ભીની થઇ જાય.મધ્યપ્રદેશના જબલપુરમાં પિતાએ પુત્રીને મારી નાંખી.
જબલપુરમાં ભૂખ લાગવાના કારણે દોઢ વર્ષની બાળકી રડી રહી હોવાથી બાપ એટલો રોષે ભરાયો પત્થરથી માથું ફોડી તેની હત્યા કરી નાંખી અને તેની લાશને નાળામાં છુપાવી દીધી.આ બનાવની કરૂણતા એ છે કે બાળકીની હત્યા તેની ૪ વર્ષની બહેનની નજર સામે જ કરવામાં આવી હતી.
આરોપી બાપને ત્રણ દીકરીઓ હતી અને ચોથી દીકરીનો જન્મ થોડા દિવસ પહેલા જ થયો. મા અને દીકરી બંને હોસ્પિટલમાં ભરતી હતા તે જ સમયે બાપે તેની પુત્રીને મારી નાંખી હતી અને માસૂમ બાળકીની લાશને નાળામાં છુપાવીને ફરાર થઈ ગયો હતો.
સ્થાનિક લોકોએ બાળકીની લાશ અંગે પોલીસને જાણ કરી હતી.આરોપી હોસ્પિટલમાં પત્ની પાસે હોવાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY