સ્ત્રીભૃણ હત્યા અટકાવવાના કાર્યમાં સમાજ સહભાગી બને-જિલ્લા કલેકટર આશિષ કુમાર
રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા મહિલા સશકિતકરણ પખવાડીયા ઉજવણીના ભાગરૂપે આજે આરોગ્ય વિભાગ દ્વારા દિકરી દિવસ ની ઉજવણી અંતર્ગત બોટાદ જિલ્લા કક્ષાનો વર્કશોપ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આશિષ કુમારે પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, સ્ત્રીભૃણ હત્યા એ એક સામાજિક ચિંતા છે. જેને અટકાવવા માટે આપણે સૌએ સહભાગી બનવું પડશે. હાલ બોટાદ જિલ્લાનો રેશિયો જોઈએ તો દિકરીનુ જન્મનું પ્રમાણ ૧૦૦૦ ની સામે ૯૪૦ છે. સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા માટે રાજ્ય સરકારે અનેક પ્રયાસો કર્યા છે, અનેક કાયદાઓ બનાવ્યા છે.તેમણે ઉપસ્થિત મહિલાઓને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા માટે સરકારની સાથે સમાજે પણ સહભાગી બનવું પડશે. આ માટે આપણે સૌએ આપણી આસપાસના વિસ્તારોના લોકોને સ્ત્રીભૃણ હત્યા અટકાવવા જાગૃત કરવા જરૂરી પ્રયાસો કરવા પડશે.આ પ્રસંગે રીંકલબેન મકવાણાએ મહિલાઓને આનુષાંગિક કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું તથા આઈ.સી.ડી.એસ. પ્રોગામ ઓફીસર જયાબહેને પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધનમાં નારી શકિતના મહત્વ વિશે જણાવ્યું હતું.
આ તકે સપ્તધારા સાધક ટીમ દ્વારા સ્ત્રીભૃણ હત્યા વિશે ચંપા મહિલાઓના અધિકાર વિશે નાટક ભજવવામાં આવ્યું હતુ,જયારે બોટાદ આરોગ્ય ટીમ દ્વારા સ્ત્રીભૃણહત્યા વિશે શપથ લેવડાવ્યા હતા.
આ કાર્યક્રમની શાબ્દિકવિધિ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ. એસ. પ્રસાદ અને આભારવિધિ ડો.આર.આર.ચૌહાણએ કરી હતી.
આ કાર્યક્રમમાં આ દિવસની ઉજવણી અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા બેટી બચાવો બેટી બઢાવો અંતર્ગત જાગૃત્તિ અભિયાન વિશે રેલી કાઢવામાં આવી હતી. જે બોટાદ શહેરના વિવિધ રસ્તાઓ ઉપર ફરી હતી.આ કાર્યક્રમમાં આર.સી.એચ.ઓ. ડૉ. અનીલ વર્મા, ક્યુ. એમ.ઓ. ડો. ભાવિન વાગડીયા અર્બન મેડીકલ ઓફીસર ડૉ. માંડલીયા તેમજ આરોગ્ય વિભાગની ટીમ તથા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર(બોટાદ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





