આ તે કેવો વિકાસ : બ્રિજ ન હોવાથી નદી પાર કરતા શખ્સનું મોત

0
11

સુરત,તા.૨૪
અમદાવાદ-સુરત સહિતના શહરોમાં તંત્ર મસમોટા બ્રિજ બનાવે છે. અને વિકાસના કામોની ગાથા ગાય છે. ત્યારે શહેરના અંતરિયાળ ગામોમાં નદીને જોડતા બ્રિજ નથી. અને આવો જ એક બ્રિજ ન હોવાથી નદી પાર કરતા એક શખ્સનું મોત નિપજ્યુ છે. ત્યારે શું છે ગામની સ્થિતિ અને કેવા સંઑગોમાં લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. નદીમાં રઝળતી પડેલી આ લાશ અને નદી કિનારે બેસીને રુદન કરતા પરિવારજનો જોઈને ભલભલાની આંખમાં આસુ આવે.
શહેરાના નરસાણા ગામના કે જ્યાં ગુરૂવારે નવલભાઈ બ્રીજ વગરની નદી પસાર કરીને જેરા પગીના મુવાડા ફળિયામાં જતાં હતા. તે સમયે નવલભાઈ નદીના પાણીમાં ખેંચાઈ ગયા હતા અને તેઓને તરતા ન આવડતું હોવાથી તેઓ નદીના પાણીમાં ડૂબી ગયા અને મોત નિપજ્યુ હતું. નરસાણા ગામે જેરા પગીના મુવાડા ફળિયું આવેલું અને ત્યાં ચીકણી નદી પાર કરીને જ ગામમાં જઈ શકાય છે. ૧૦૦થી વધુ મકાન હોવા છતાં ગામ સાથે જોડતો બ્રિજ નથી. આ વિસ્તારના ૯૦થી વધુ બાળકોએ પણ જીવના જોખમે અભ્યાસ કરવા માટે નદીની સામે કાંઠેની પ્રાથમિક શાળામાં જવું પડે છે.
અગાઉ તો નદી પાર કરવા માટે મોટા પથ્થરો પણ ન હતા જોકે પૂર્વ સરપંચે સ્વખર્ચે તે ગોઠવી દેવામાં આવ્યા. પરંતુ સમય જતા લીલ જામતી હોવાથી પગ લપસી જવાનો ભય છે., સ્થાનિકોના મતે નદી પર બ્રિજ મંજુર થઇ ગયો છે. પરંતુ તંત્ર દ્વારા આ નદી પર બ્રિજ બનાવવામાં આવ્યો ન નથી. ત્યારે વધુ એક મોતની ઘટના બની છે.ત્યારે તંત્રની આંખ ઉઘડે અને બ્રિજ બનાવવાની કામગીરી થાય તે ખૂબ જ જરૂરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY