રાજકોટમાં પૈસાની લેતી-દેતીમાં હવામાં ફાયરિંગ : લોકોમાં ગભરાટ

0
12


રાજકોટ,તા.૨૪
કુવાડવા રોડ પોલીસ મથકની પાછળના વિસ્તારમાં મોરબીના તડીપાર સહિત બે શખ્સે આંતક મચાવી હવામાં ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઇ છે. નાણાંની ઉઘરાણીના ડખામાં ફાયરિંગ કર્યાનું પ્રકાશમાં આવ્યું છે. સમી સાંજે બનેલા બનાવ બાદ પોલીસે મોડી રાત સુધી બનાવ સ્થળે ફૂટેલો કારતૂસ શોધવા કવાયત હાથ ધરી હતી. બીજી તરફ સરાજાહેર ફાયરિંગ કરનાર શખ્સો હાથવેંતમાં હોવાનું ડીસીપી સૈનીએ જણાવ્યું છે.
મળતી વિગત મુજબ, નવાગામમાં રહેતા જય હિરજીભાઇ હેરમા નામના યુવાને તે જ વિસ્તારનાં અરવિંદ ગઢવી નામના શખ્સ પાસેથી રૂ.૩ લાખ વ્યાજે લીધા હતા. જે નાણાંની ઉઘરાણી મુદ્દે ગુરુવારે બપોરે અરવિંદ ગઢવી તેમજ તેની સાથે ભારૂભા ઉર્ફે ભારો ગઢવી જય હેરમાની ઘરે જઇ ઝઘડો કર્યો હતો. બાદમાં જય સાથે કુવાડવા રોડ પોલીસ મથક પાછળના વિસ્તારમાં આવેલી ચાની દુકાન પાસે ફરી ઝઘડો કર્યો હતો.
બાદમાં ભારા ગઢવીએ નેફામાંથી હથિયાર કાઢી હવામાં ફાયરિંગ કરી નાસી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આરોપીઓની વિગત મેળવી તેમને પકડવા વિવિધ દિશામાં એક ટુકડીને દોડાવાઇ છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ, ભારૂભા ઉર્ફે ભારો મોરબીમાં ખંડણી, મારામારી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્્યો છે અને હાલ તેને મોરબીમાંથી તડીપાર કરાયો છે. સાંજે બનેલી ઘટના બાદ રાત સુધી પોલીસે ફૂટેલો કારતૂસ શોધવા મથામણ કરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY