અમદાવાદ,તા.૨
જુહાપુરા વિસ્તારના બિલ્ડર નજીર વોરા અને તેના પુત્રએ જુહાપુરામાં આવેલા એક ફ્લેટને ખાલી કરાવવા બાબતે ફ્લેટના માલિક અને તેના સાળાને માર મારીને ધમકી આપી હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
કાલુપુર વાણિયા શેરીમાં રહેતા મહંમદ ખાલીદનું જુહાપુરા સોનલ સિનેમા રોડ પર આવેલા ઝોયા ફ્લેટમાં મકાન આવેલું છે. હાલમાં મકાન બંધ હાલતમાં છે. બે દિવસ પહેલાં રાત્રે મહંમદ ખાલીદ તેના ફ્લેટ પર ગયો હતો. તેને અન્ય લોકોથી જાણવા મળ્યું હતું કે બિલ્ડર નજીર વોરાએ ફ્લેટના કેટલાક મકાન ખાલી કરાવેલા છે.
ગઈ કાલે રાત્રે મહંમદ ખાલીફ અને તેના સાળા સલીમભાઈ સાથે જુહાપુરા તેમનું મકાન જાવા આવ્યા હતા અને બાદમાં નજીર વોરા સાથે વાતચીત કરવા તવક્કલ ટી સ્ટોલ પાસે જુબેદા ઓફિસે ગયા હતા. નજીરભાઈ ન હોવાથી તેઓ પરત ફર્યા હતા. બાદમાં નજીરભાઈનો એક માણસ તેમને બોલાવતા તેઓ નજીરભાઈને મળવા ગયા હતા.
ઓફિસે પહોંચતાની સાથે જ નજીર વોરા અને તેના પુત્ર હમજા વોરા અને અન્ય એક શખસે મારામારી કરી હતી. નજીર વોરાએ જણાવ્યું હતું કે આ ફ્લેટ મારો છે અને મારી માલિકીનો છે. ફ્લેટનું રિનોવેશન કરવાનું છે અને બે-ત્રણ દિવસમાં તોડી પાડવાનું છે. તમારા મકાનને લાગેલું તાળું ખોલીને જતા રહો અને જુહાપુરા બાજુ આવતા નથી, નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



