ગુજરાતીઓએ ચાર મહિનામાં ૧૮ હજાર કરોડનું કાળુનાણું જાહેર કર્યુ..!!

0
16

ન્યુ દિલ્હી,તા.૨
ઈનકમ ડિક્લેરેશન સ્કીમ (આઈડીએસ) હેઠળ ગુજરાતીઓએ વર્ષ ૨૦૧૬ માં ૪ મહિના દરમિયાન ૧૮૦૦૦ કરોડ રૂપિયાનું કાળુ નાણુ ઘોષિત કર્યુ છે. આનો ખુલાસો એક આરટીઆઈ દ્વારા થયો છે. જણાવવામાં આવી રÌš છે કે આ ભારે ભરખમ રકમ તે સમયે દેશભરમાંથી નીકળેલા કાળા નાણાંના ૨૯ ટકા છે. આઈડીએસ દ્વારા નોટબંધી પહેલા જૂનથી સપ્ટેમ્બર ૨૦૧૬ વચ્ચે આ કાળા નાણા વિશે એલાન કરવામાં આવ્યુ હતુ.
એક આરટીઆઈના જવાબમાં આવકવેરા વિભાગ દ્વારા કહેવામાં આવ્યુ છે કે આઈડીએસ દ્વારા ગુજરાતમાં ૧૮૦૦૦ કરોડનું કાળુ નાણુ ઘોષિત કરવામાં આવ્યુ છે કે જે દેશભરમાંથી નીકળેલા ૬૫,૨૫૦ કરોડના કાળા નાણાના ૨૯ ટકા છે. આવકવેરા વિભાગને આનો જવાબ આપવામાં બે વર્ષ લાગી ગયા. અમદાવાદના પ્રોપર્ટી ડીલર મહેશ શાહે આઈડીએસ દ્વારા ૧૩,૮૬૦ કરોડની આવક ઘોષિત કર્યા બાદ આ આરટીઆઈ દાખલ કરવામાં આવી હતી.
૨૧ ડિસેમ્બર ૨૦૧૬ ના રોજ ભરતસિંહ ઝાલા નામના વ્યકિતએ આરટીઆઈ હેઠળ આવકવેરા વિભાગ પાસે જાણકારી માંગી હતી. તે સમયે ઈન્સ્ટોલમેન્ટની ચૂકવણીમાં ગરબડના કારણે મહેશ શાહનું આઈડીએસ રદ કરવામાં આવ્યુ હતુ. વળી, આવકવેરા વિભાગ નેતાઓ, બ્યુરોક્રેટ્‌સ વગેરે દ્વારા ઘોષિત આવક પર કંઈ પણ બોલવા તૈયાર નથી.
વિભાગે પહેલા જાણકારી આપવાનો ઈનકાર કરતુ રÌš. ગુજરાતી ભાષામાં આવેદનનો હવાલો આપીને આવકવેરા વિભાગે જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો. જ્યારે ૫ ડિસેમ્બરે મુખ્ય સૂચના અધિકારીએ દિલ્હીમાં આવકવેરા વિભાગને જાણકારી આપવાનો નિર્દેશ આપ્યો. તેઓ કહે છે કે બે વર્ષ બાદ તેમને આ જાણકારી મળી શકી છે. ૨૦૧૬ માં કેન્દ્ર સરકારે આઈડીએસની ઘોષણા કરી હતી જે હેઠળ જૂન-સપ્ટેમ્બર ૨૦૧૬ વચ્ચે લોકોએ પોતાની ગુપ્ત આવક ઘોષિત કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY