અમદાવાદ,તા.૧૬
સીબીએસઈ બોર્ડ દ્વારા ગણિતના પેપરને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ ૧૦માં ગણિતના પેપરને લઈને આ મહત્વનો નિર્ણય કર્યો છે. હવે અઘરું અને સહેલું એમ ૨ પેપર આપી શકાશે. વિદ્યાર્થી ૨માંથી કોઈ ૧ વિકલ્પ પસંદ કરી શકશે.
ગણિતથી દૂર ભાગતા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સીબીએસઈ વર્ષ ૨૦૨૦થી આ પરીક્ષા પદ્ધતિ અમલમાં લાવશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન દ્વારા ૧૦માંની બોર્ડની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. સીબીએસઈ બોર્ડ દ્વારા ગણિતના પેપરમાં બદલાવ કરવામાં આવ્યો છે. ૨૦૨૦થી સીબીએસઈની ૧૦માં ગણિતના ૨ પેપર અપાશે. જેમાં ગણિતમાં નબળા વિદ્યાર્થીને સરળ પેપર આપવામાં આવશે.
સીબીએસઈ દ્વારા દેશભરમાં આ ગાઈડલાઈન આપવામાં આવી છે. ૧૦માં ધોરણ પછી મેડિકલમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સીબીએસઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સીબીએસઈ બોર્ડ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ગણિતમાં નબળાં વિદ્યાર્થીઓને રાહત મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



