બે વાછડા ને હડકવા ઉપડતા ઈન્જેક્શન આપી ગામ બહાર ખાડો કરી દાટી દેવામાં આવ્યા
પશુ ચિકિત્સાહની ટીમ દ્વારા હડકાયા થયેલા બે વાછરડા ને ઈન્જેક્શન આપી જે.સી.બી.થી ઊંડો ખાડો ખોદી દાટી દેવામાં આવ્યા
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસથી હડકાયા થયેલા કુતરાઓએ 20 થી વધુ લોકોને કરડતા ગામ આખા માં ભયનો માહોલ સર્જાયો છે.જેના લીધે ધોળા દિવસે પણ ગામની બજારો સુમસામ બની ગઈ હતી અને આ કુતરા કરડતા લોકો સારવાર માટે બોટાદની હોસ્પીટલે જતા ત્યાં હડકવા માટેની આપવામા આવતા ઈન્જેક્શન ન હોવાના લીધે આ તમામ લોકોને ભાવનગરની સર.ટી હોસ્પીટલ ખાતે લઈ જવાયા હતા.જ્યારે આજે બે વાછરડા ને હડકવા ઉપડતા ગ્રામજનો દ્વારા તાત્કાલિક પશુ ચિકિત્સાહ ને જાણ કરતા પશુ ચિકિત્સાહની ટીમ ખસ ગામે દોડી આવી હતી.અને હડકાયા થયેલા બે વાછરડા ને તાત્કાલિક ઈન્જેક્શન આપી જી.સી.બી.મશીન દ્વારા ગામ બહાર ઊંડો ખાડો કરી બન્ને વાછરડા ને દાટી દેવામાં આવ્યા હતા.જ્યારે ખસ ગામના લોકો ને હજી પણ ભય સતાવી રહ્યો છે કે હજી કેટલા કુતરા હડકાયા છે અને વધુ કોઈ કુતરા કે પશુઓ ને હડકવા નો ઉપડે તે માટે સરકારી તંત્ર એ તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ.
બે વાછરડા ને હડકવા પડતા ઈન્જેક્શન આપી દાટી દેવામાં આવ્યા છે:છનાભાઈ પરમાર,સરપંચ-ખસ
આ બાબતે ખસ ના સરપંચ છનાભાઈ પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે ગઈકાલે બે વાછડા ને હડકવા ઉપડ્યો હતો તેની જાણ અમને થતા અમે તાત્કાલિક પશુ ચિકિત્સાહ કેન્દ્રમાં જાણ કરી અને તેઓ તેમની ટીમ સાથે ખસ ગામે દોડી આવ્યા અને જે બે વાછડા હડકાયા થયા હતા તેમને અંજીક્શન આપી ને ગામ બહાર જી.સી.બી.થી ઊંડો ખાડો કરાવી ને તેમાં દાટી દેવામાં આવ્યા છે.હવે વધુ કોઈ કુતરા કે પશુ હડકાયા નો થાય તે માટે સરકારી પશુ ચિકિત્સાહ ની ટીમ ખસ ગામે આવી તમામ કુતરા ને અને પશુઓને ચેક કરે જેથી આવતા દિવસોમાં ફરી આવી ઘટના ન બને.જોકે અત્યારે એક પણ હડકાયુ કુતરૂ છે નહી કેટલાક કુતરા તેની જાતે મરી ગયા અને કેટલાક ને લોકોએ મારી નાખ્યા હશે પણ હાલ કોઈ કુતરા ગામમાં છે નહી
તસવીર:વિપુલ લુહાર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





