પેટ્રોલ ૪૦ પૈસા સસ્તુ તો ચેન્નાઇમાં ડીઝલમાં ૪૪ પૈસાનો ઘટાડો

0
5

ન્યુ દિલ્હી,તા.૨૩
પેટ્રોલ અને ડીઝનના ભાવમાં શુક્રવારે ફરી રાહત મળી છે. સતત ૬ દિવસથી થતા ઘટાડા બાદ બુધવારે પેટ્રોલ અને ડિઝલના ભાવા સ્થિર રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ગત કારોબારી સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હી,કોલકત્તા,મુંબઇ અને ચેન્નાઇમાં શુક્રવારે પેટ્રોના ભાવોમાં ક્રમશઃ ૭૫.૫૭ રૂપિયા, ૭૭.૫૩ રૂપિયા, ૮૧.૧૦ રૂપિયા, ૭૮.૪૬ રૂપિયા થયો હતો, જ્યારે ડિઝલના કિંમતમાં પણ ક્રમશઃ ૭૦.૫૬ રૂપિયા, ૭૨.૪૧ રૂપિયા, ૭૩.૯૧ રૂપિયા, અને ૭૪.૫૫ રૂપિયા પ્રતિ લીટર થયો હતો.
પેટ્રોલ અને ડીઝનના ભાવમાં ગુરૂવારે ફરી રાહત મળી છે. સતત ૬ દિવસથી થતા ઘટાડો બુધવારે અટકાઇ ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ગત કારોબારી સત્રમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. આ વાતની પ્રબળ સંભાવના છે કે આગળ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ રાહત મળશે.
ડીઝલના ભાવમાં ૩૦ પૈસાનો ઘટાડો જાવા મળ્યો છે અને તેની કિંમત ૭૦.૭૯ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. તો બીજી બાજુ દેશની આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલના ભાવમાં ૪૦ પૈસાનો ઘટાડો નોંધાયો છે અને આજે ત્યાં પેટ્રોલની કિંમત ૮૧.૫૦ રૂપિયા પ્રતિ લીટર છે. ત્યારે ડીઝલના ભાવમાં ૩૨ પૈસાના ઘટાડા સાથે ૭૪.૩૪ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY