કોંગ્રેસે મુસ્લિમોને વાટકીઓ પકડાવી દીધી છે : ઓવૈસી

0
39

હૈદરાબાદ,તા.૨૩
પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એર વખત કોંગ્રેસને નિશાન બનાવી જણાવ્યું કે તેણે કિયારેય મુસ્લિમ લોકોને ઉપર ઉઠવા નથી દીધા. કોંગ્રેસે હંમેશા નબળા તબક્કાઓને નિશાના પર રાખ્યા છે. કોંગ્રેસે મુસ્લિમોને વાટકીઓ પકડાવી દીધી છે.
ઓવૈસીએ કોંગ્રેસ પર તે સમયે હુમલો કર્યો છે જ્યારે અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આજે તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીની રેલી યોજશે. AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસે પર આરોપ લગાવતા જણાવ્યું કે પાર્ટીએ કિયારેય પણ મુસ્લિમ સમુદાયને આગળ વધવા દીધો નથી. કોંગ્રેસ પાર્ટીએ કિયારેય મુસ્લિમ લોકોને રાજકારણમાં આગળ વધવાની મંજૂરી આપી નથી. ત્યાં સુધી કે નબળા વર્ગ માટે પણ કોંગ્રેસે કશું જ કર્યું નથી.
તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં જાહેરમાં સ્વીકાર્યું કે તે હિન્દુ છે. કોંગ્રેસની આ તમામ વાતો વિરોધાભાસ પેદા કરે છે. ઓવૈસીએ માત્ર કોંગ્રેસ પર જ નહીં પરંતુ ભાજપ પર પણ નિશાન સાધ્યું અને જણાવ્યું કે તેઓ સતત બંધારણ વિરૂદ્ધ કામ કરે છે, દેશમાં તેનો ખોટો સંદેશો જઇ રહ્યો છે. અમે આશા રાખીએ છીએ કે શાસક પક્ષે બંધારણ વિરુદ્ધ કંઈ પણ ન કરવું જાઈએ.
જમ્મુ-કાશ્મીરની રાજકીય પરિસ્થિતિ અંગે જણાવતા ઓવૈસી જણાવ્યું કે રાજ્યની સ્થિતિ ભાજપ-પીડીપી ગઠબંધનના કારણે વધુ ખરાબ થઇ છે. આ વિસ્તારમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY