ન્યુ દિલ્હી,તા.૨૩
ગરીબોને લોન ભલે મુશ્કેલીથી મળે પરંતુ લોન ચુકવણીમાં તેઓ શ્રીમંત લોકો કરતા વધુ સારો રેકોર્ડ ધરાવે છે. ગરીબો અને નાના તથા મધ્યમ વેપારીઓને લોન આપવાવાળી મુદ્રા યોજનાના રીપોર્ટ કાર્ડથી આની પુષ્ટી થાય છે.
રીપોર્ટ અનુસાર ૨૦૧૭-૧૮માં ૨.૫૪ લાખ કરોડ રૂપિયાની લોન મુદ્રા યોજના હેઠળ આપવામાં આવી હતી. એક વર્ષમાં આ લોન આપવામાં ૪૧ ટકાની વૃદ્ધિ જાવા મળી હતી. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે ૩ લાખ કરોડનુ લક્ષ્યાંક રાખવામાં આવ્યુ છે.
જા શ્રીમંતોની વાત કરીએ તો બેંકોમાં કુલ ફસાયેલી લોનમાં ૧૨ મોટા બાકીદારોનો હીસ્સો જ ૨૫ ટકાની નજીક છે, તો બેંકોમાં ફસાયેલ લોન ૧૧ ટકા ગરીબ લોકોની છે. રીપોર્ટ અનુસાર મુદ્રાની લોનમાં એનપીએ ૫.૩૮ ટકા છે.
રીઝર્વ બેન્કે જણાવ્યુ છે કે, જાહેર ક્ષેત્રની બેંકોની ૨૦ ટકા બેડલોન ૨૦ ડીફોલ્ટરો પર છે. તેની ઉપર કુલ ૨.૩૬ લાખ કરોડ રૂપિયા બાકી છે. જે નાણાકીય વર્ષ ૨૦૧૮ સુધીમાં ટોચના ૨૦ બાકીદારોની ૪.૬૯ લાખ કરોડ રૂપિયાની કુલ લોન એક્સ્પોઝરના લગભગ ૫૦ ટકા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






