નવાઝે ધાર્યું હોત તો મને ખરાબ પરિસ્થિતિમાંથી ઉગારી શક્યો હોત : ચિત્રાંગદા

0
49

મુંબઈ,તા.૧૫
અભિનેત્રી ચિત્રાંગદા સિંઘે એવો દાવો કર્યો હતો કે આજે પ્રથમ હરોળના ગણાતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ધાર્યું હોત તો મને મૂંઝવણભરી પરિસ્થિતિમાંથી ઊગારી શકિયો હોત.
વાત ફિલ્મ બાબુમોશાય બંદૂકબાજની છે. આ ફિલ્મમાં ચિત્રાંગદાએે નવાઝુદ્દીન સાથે ઇન્ટિમેટ સીન આપવાનો હતો. એ અકળાતી હતી કારણ કે ઇન્ટિમેટ સીન આપવાની એને ફાવટ નહોતી. ‘ત્યારે મારા પર કટાક્ષનાં તીર છોડવામાં આવ્યા હતા. મારી મજાક ઊડાવવામાં આવી હતી અને ત્યારબાદ મને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ આપવામાં આવ્યો હતો’ એમ ચિત્રાંગદાએ કહ્યું હતું.
એણે ઉમેર્યું હતું કે હું એ પ્રસંગ ભૂલવા મથું છું પરંતુ ભૂલી શકતી નથી. મને સેટ પર સમસ્યા ઊભી કરનારી અને મૂડી ગણાવી દેવામાં આવી હતી અને તારા બેગ બિસ્તરા લઇને રવાની થા એમ કહી દેવામાં આવ્યું હતું. મારા બદલે રાતોરાત બીજી અભિનેત્રી (બિદિતા બેગ)ને લેવામાં આવી હતી. બિદિતાએે જાહેરમાં એમ કહેવા માંડયું હતું કે આટલો સરસ રોલ મળ્યો એ માટે હું મારી જાતને લકી સમજું છું.
આ પણ એક પ્રકારની કનડગત હતી જેમાં મારે ઇન્ટિમેટ સીન આપવા એવું મારા પર દબાણ હતું. મને એમ લાગે છે કે નવાઝુદ્દીને ધાર્યું હોત તો એ આ સંકટમાંથી મને ઊગારી શકિયો હોત. પરંતુ એનામાં પણ કદાચ પુરુષ જાગૃત થઇ ચુકવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY