એવું તો કદાચ યુપીએની સરકારમાં નહિ બન્યું હોય, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી જ્યારે સમગ્ર દેશમાં એક સાથે એક સૂરમાં વિરોધ થયો ત્યારે નાણામંત્રી અરુણ જેટલીએ કે જે સુપ્રીમ કોર્ટનાં વકીલ પણ છે તેમણે પત્રકાર પરિષદ બોલાવી કાચા તેલનો ખેલ સમજાવ્યો. અહીં-તહીંની વાતો કરી અને માનો કે દાન કે ઉપહાર કરી રહ્યા હોય એવા અંદાજમાં પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં સરકાર તરફથી દોઢ રૂપિયો અને તેલ કંપનીઓનો એક રૂપિયો મળીને અઢી રૂપિયા ઓછા કર્યા. રાજ્યોને અપીલ કરી તો ભાજપા શાસિત રાજ્યોએ જાણે પહેલાથી જ નક્કી કર્યું હોય એવી રીતે જેટલીની અપીલ સર-આંખો પર ચડાવીને પોતાના તરફથી અઢી રૂપિયા ઉમેરીને પાંચ રૂપિયા ઓછા કર્યા ત્યારે મોંઘવારીમાં પીસાતી પ્રજાને લાગ્યું કે થોડી રાહત મળી પણ તેના પછી કિંમતોમાં ફરી એકવાર વધારો શરુ થઇ ગયો અને હવે પ્રજાના હાલ એવા છે કે જેટલીએ જે મોટા અંદાજમાં રાહત આપી હતી એ પૂર્ણ થઇ ગઈ. કિંમત વધતા વધતા અઢી રૂપિયા સુધી પહોંચી ગઈ માત્ર દસ દિવસમાં. એટલે કે ઘાંચીની ઘાણીનો બળદ ફરીને ત્યાંજ આવી ગયો. જે રાહત આપી હતી તે પુરી થઇ ગઈ દેશની પ્રજા હેરાન છે કે નાણામંત્રી આખરે દેશની પ્રજાને શું સમજે છે..?? શું તેઓ એવું માને છે કે પ્રજા મુર્ખ છે..?? બેવકૂફ છે કે શું..?? લોકોને લાગી રહ્યું છે કે આ શું થઇ રહ્યું છે યાર..?? એક તરફ અઢી રૂપિયા ઓછા અને બીજી તરફ તેલ કંપનીઓ કિંમત વધારી રહી છે. એ તો એવી વાત થઇ કે ચોરને કહે ચોરી કર અને શાહુકારને કહે જાગતો રહે. મારા ભરોષે-વિશ્વાસે ના રહો..!! આવો હલકો(નીચતા ભર્યો) ખેલ પ્રજાની સાથે મજાક નથી કે કિંમતો ઘટાડવાની જાહેરાત પછી કિંમતો વધારતા રહેવી..?? સરકાર ભોળા ભાવથી કહેશે કે તેલ કંપનીઓ પર સરકારનો કોઈ કાબુ કે નિયંત્રણ નથી..!! નાણામંત્રી સાહેબ, આ તેલ કંપનીઓ તેલ કંપનીઓના અધિકારીઓનાં નાણાથી બની છે કે શું..?? આમાં દેશની પ્રજાનાં પૈસા લાગ્યા છે. તેલ કંપનીઓ લોકો માટે છે યા પ્રજા તેલ કંપનીઓ માટે..?!! તેલ કંપનીઓ લોકો માટે છે યા પ્રજા તેલ કંપનીઓ માટે..?? તેલ કંપનીઓએ જે દોઢ રૂપિયા ઓછા કર્યા તે એક જ અઠવાડીયામાં વસુલ કરી લીધા. તો પછી જનતાને મળ્યું શું..?? ઠેંગો..??
જેટલીએ કેટલા ભોળપણથી કહ્યું હતું કેજે કિંમતો ઘટાડવામાં આવી તેનાંથી સરકાર અને તેલ કંપનીઓને ૩૦ હજાર કરોડનું નુકશાન એક વર્ષમાં થશે. લોકો ખુશ હતા કે ચાલો વર્ષ દરમ્યાન કિંમતો નહિ વધે. પણ લોકોને સરકાર અને સરકારને કમાઈ આપતી પ્રિય તેલ કંપનીઓએ જાહેરમાં-ખુલ્લામાં પંપની નોઝલ બતાવીને લુંટી લીધા. સરકારના મનમાં અને ખાસ કરીને નાણામંત્રીનાં મનમાં કદાચ એવું હશે કે પ્રજાની સમજમાં કાંઈ આવતું તો નથી જ જે અમે કહીશું તે માની લેશે. સરકાર રાતને દિવસ કહેશે તો લોકો કહેશે વાહ શું સુરજ ચમકી રહ્યો છે..!! આ સુરજ કિયારે આથમી જશે તેની ખબર પણ નહિ પડે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


