છોટા ઉદેપુર,તા.૨૦
છોટા ઉદેપુરના પાધરવાન્ટ ગામે દંપતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. રૂપિયાની લેતી-દેતી બાબતે યોગેશ રાઠવા અને કૂચબી રાઠવાએ ખેતરમાં છાંટવાની દવા પીને પાતાના ઘરના આંગણામાં જ આપઘાત કર્યો છે. બનાવની જાણ થતાં છોટા ઉદેપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજા સંભાળી વધુ તપાસ હાથધરી છે.
મહત્વનું છે કે ઘટના સ્થળેથી પોલીસને એક ચિઠ્ઠી પણ મળી આવી છે. જેમાં ૧ લાખ રૂપિયાની લેતી-દેતી મામલે આ પગલું ભર્યુ હોવાનો દંપતીએ ઉલ્લેખ કર્યો છે.
છોટાઉદેપુરના પાધરવાન્ટ ગામના દંપતીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. દંપતીએ ખેતરમાં છાંટવાની દવા પીને આત્મહત્યા કરી છે. ઘરના આંગણામાં રાત્રિના સમયે આત્મહત્યા કરવામાં આવી છે.
આત્મહત્યા કર્યાના સ્થળ પાસેની એક દિવાલ પરથી એક ચીઠ્ઠી મળી આવી છે. જેમાં એક લાખ રૂપિયાની લેતી-દેતી અને ઈજ્જત લીધેલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચિઠ્ઠીનું લખાણ ઉકલી ન શકતા આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી.
આત્મહત્યા કરનાર દંપતિનું નામ યોગેશ વજીરા રાઠવા અને કૂચબી યોગેશ રાઠવા છે. છોટા ઉદેપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજા મેળવી કાર્યવાહી શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



