ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

0
12

ભુજ, મંગળવારઃ

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ અંતર્ગત કચ્છ જિલ્લામાં ચૂંટણી અન્વયે  આદર્શ આચારસંહિતાને ધ્યાનમાં લઈ કચ્છ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી મતી રેમ્યા મોહને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામા અનુસાર ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે માટે  પ્રતિબંધ મુકેલ છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા મુજબ કોઈપણ મંદિર, મસ્જીદ, ચર્ચ, ગુરૂદ્વ્રારા અથવા કોઈપણ ધાર્મિક – પ્રાર્થના સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. ધાર્મિક સંસ્થાઓના ફંડ અને જગ્યાનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. કોઈપણ સ્થળે ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવે તે સ્થળોએ કોઈપણ જાતના ચૂંટણી પ્રચાર માટેના બેનર લગાવવા નહીં, ચોપાનીયા વહેચવા નહી કે કોઈપણ રાજકીય નેતાઓ કે આયોજકોએ ચૂંટણી પ્રચાર માટે પ્રવચન કરવું નહીં, સભ્યો નોંધણી કરવા નહિ, ચૂંટણી પ્રચાર માટેના સ્ટોલ રાખવા નહી, ચૂંટણી સબંધી કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ કરવી નહી.

આ જાહેરનામું સમગ્ર કચ્છ જિલ્લાના વિસ્તારને લાગુ પડશે. તેમજ  આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી ધારાની કલમ-૧૮૮ અન્વયે શિક્ષાત્મક પોલીસ કાર્યવાહી કરવાને પાત્ર ઠરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY