શિક્ષણનું સિંચન કરતા શિક્ષકોજ જો ખોટા પ્રમાણપત્રો મેળવે તો આવનારી પેઢીનું શું ભવિષ્ય હોય…?!

0
504

તિલકવાડાના નડગામની શાળામાં બોગસ પ્રમાણપત્રો ના આધારે નોકરી કરતા શિક્ષકને ત્રણ વર્ષની સજા.

રાજપીપલા:
શિક્ષણ નું  સિંચન કરતા શિક્ષકો જો ોટા પ્રાણપત્રો મેળવી શિક્ષક બની બેઠા હોયતો આવનારી આપણી પેઢી નું શું ભવિષ્ય હોય શકે એ વિચાર માત્ર થી વાલીઓમાં ચિંતા નું મોજું ફરી વડે ત્યારે તેનો એક જીવંત દાખલો તિલકવાડામાં જોવા મળ્યો.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલા નડગામની એક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા એક બોગસ શિક્ષક ને બનાવટી પ્રમાણપત્રો હોવાના કારણે કોર્ટે સજા ફટકારતા આવા ખોટા કામો કરતા અન્ય માં ફફડાટ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ શહીદએહમદ નિઝામુદ્દીન કુરેશી નામના એક શિક્ષકે ધોરણ બાર ની માર્કશીટ અને પી.ટી.સી.ના બોગસ પ્રમાણપત્રો મેળવી તિલકવાડા તાલુકાના નડ ગામની શાળા માં શિક્ષક તરીકે નોકરી મેળવી હતી ત્યારે સમય જતા આ બાબતની ખબર પડી કે આ કહેવાતા શિક્ષકના પ્રમાણપત્રો ખોટા છે અને તેને સરકાર સાથે છેતરપિંડી કરી છે આ બાબતે ફરિયાદ થતા આ કેસ તિલકવાડાની કોર્ટમાં ચાલી જતા જ્યું મેજી કે.આર ગોહિલ સાહેબે સરકારી વકીલ પ્રવીણભાઈ લીમ્બાચીયાની ધારદાર દલીલો અને દસ્તાવેજી પુરાવા ને ધ્યાને રાખી બોગસ પ્રમાણપત્રો મેળવી નોકરી કરતા શિક્ષકને ત્રણ વર્ષની સજા અને દસ હજારનો દંડ ફટકારતા અન્ય આવા કાવતરા અને છેતરપિંડી કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ.મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY