ભુજ, મંગળવારઃ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ તા.૨૩ એપ્રિલ-૨૦૧૯ના રોજ યોજાનાર છે ત્યારે ચૂંટણી પ્રચાર માટે વાહનોનો દુરૂપયોગ અટકાવવા કચ્છ કલેક્ટર અને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી મતી રેમ્યા મોહન દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામા પ્રમાણે આચારસંહિતાનો ચૂસ્તપણે અમલ કરવાના ઉદ્દેશ્યથી કોઇપણ રાજકીય પક્ષ કે ચૂંટણીના ઉમેદવારો સીધી કે આડકતરી રીતે સંકળાયેલ અન્ય કોઇપણ વ્યક્તિ ચૂંટણી અધિકારી અથવા અન્ય સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય ચૂંટણીના કામે વાહનનો ઉપયોગ કરી શકાશે નહિ.
ચૂંટણી પ્રચારના કામે વાહન અંગે ચૂંટણી અધિકારીની પૂર્વ પરવાનગી વિના વાહનનો ઉપયોગ કરી શકાશે નહી તેમજ આ અંગે મેળવેલ અસલ પરમીટ સહેલાઇથી જોઈ શકાય તે રીતે વાહનમાં ચોંટાડવાની રહેશે. આ પરમીટની અંદર વાહનના નંબર અને ઉમેદવારનું નામ ફરજિયાત દર્શાવવાનું રહેશે.
આ જાહેરનામાનો અમલ ૨૭-૫-૨૦૧૯ સુધી કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ-ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની જોગવાઇઓનું ઉમેદવાર તેના એજન્ટ-કાર્યકરોએ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. ભંગ કરનાર સામે જોગવાઇઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



