ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામે વન વિભાગના ગેસ્ટ હાઉસમાં વન કમૅચારીનો મૃતદેહ મળતા અનેક શંકા

0
10

હત્યા કે આત્મહતા તે અંગે રહસ્ય અકબંધ 

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામે આવેલ વન વિભાગના ગેસ્ટ હાઉસ ખાતે ફરજ બજાવતા વન કમૅચારીનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર જાગી હતી

મળતી વિગતો અનુસાર ડેડીયાપાડા તાલુકાના ડુમખલ ગામે આવેલ વન વિભાગના ગેસ્ટ હાઉસ ખાતે ડુમખલ ગામનાજ દેવરા ફળીયામા રહેતા દશરથભાઈ સામાભાઈ તડવી કે જે વન વિભાગમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હતા હોળી પવૅના દિવસે તારીખ ૨૧/૩/૨૦૧૯ના રોજ તેઓ ધરે ન આવતા તેમના પરીવારજનો દ્વારા શોધખોળ કરતા તેમનો મૃત હાલતમાં વન વિભાગના રેસ્ટ હાઉસમાથી મળી આવતા ચકચાર મચી ગઈ છે આ ધટનાની જાણ થતાજ ડેડીયાપાડા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોધી આગળની કાયૅવાહી હાથ ધરી છે હાલ આ વન કમૅચારીના મોતથી અનેક તકૅવિતકૅ સાથે મોતનુ રહસ્ય ધુટાય રહ્યું છે શુ આ વન કમૅચારીની હત્યા થઇ છે કે આત્મહત્યા તે અંગે હાલ રહસ્ય અંકબંધ છે પોસ્ટમોટૅમ અને ફોરેન્સિક રીપોટૅ આવ્યા બાદ જ સત્ય હકીકત બહાર આવશે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY