અમદાવાદ,તા.૨૯
સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હિન્દુસ્તાન વેપાર નિવેશ નામની કંપનીએ ગુજરાતના અનેક વિસ્તારોમાં બ્રાન્ચો શરૂ કરી કરોડોની રકમનું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. ગાંધીનગર ખાતે સીઆઈડી ક્રાઈમમાં આ મામલે ગુનો દાખલ કરાતાં રાજ્યભરની બ્રાન્ચોમાં તપાસ માટે દરોડા પાડવામાં આવ્યા છે.
જેમાં મોડાસાના મેઘરજ રોડ ખાતે પણ એચવીએનની બ્રાન્ચમાં સીઆઈડી ક્રાઈમની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ અધિકારીઓએ મોડાસાની બ્રાન્ચમાંથી હિસાબોના ચોપડા તેમજ સીપીયુ કબ્જે કરી તપાસનો દોર શરુ કર્યો છે. આ કંપનીમાં રોકાણ કરનાર અનેક લોકોના નાણાં ડૂબી જતાં રોકાણકારોની હાલત કફોડી બની છે.
એચવીએન નામની કંપની દ્વારા રુપિયા ૧૫૦ કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં ફરિયાદ દાખલ થઈ છે. ફિક્સ ડીપોઝીટ, રીકરીંગ સહિતની સ્કીમો મુકી આ કંપનીએ રોકાણકારો પાસે નાણાં ઉઘરાવ્યા હતાં. એજન્ટો રોકી લોકોને છેતરામણી લાલચો આપી ટૂંકા ગાળામાં નાણાં બમણાં અને ત્રણ ગણા મળશે તેમ જણાવી રોકાણ કરાવાયુ હતું. જા કે પાકતી મુદત પહેલાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ખોલવામાં આવેલી એચવીએનની બ્રાન્ચોના શટર પડી જતાં રોકાણકારોની હાલત કફોડી બની ગઈ છે.
એચવીએન કંપની પર મની સરક્્યુલેશન (બેનીંગ) એક્ટ ૧૯૭૮ની કલમ ૪,૫,૬ તથા જીપીઆઈડી એક્ટ ૨૦૦૩ની કલમ ૩ સહિત જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી સીઆઈડી ક્રાઈમના પીએસઆઈ એચ.ડી.ચાવડાએ તપાસ હાથ ધરી છે. વડોદરા, ગોધરા, બાલાસીનોર સહિતની બ્રાન્ચોમાં સીઆઈડીએ દરોડા પાડી તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


