મુંબઈ,તા.૨૯
આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઠગ્ઝ ઓફ હિન્દોસ્તાં’ બોક્સ-ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. યશરાજ બેનર આ ફિલ્મ માટે ખૂબ જ શાનદાર રીતે પ્રમોશન કરી રહ્યું છે. આ વર્ષની સૌથી સક્સેસફુલ ફિલ્મ્સમાં એનો સમાવેશ થાય એવી શકીયતા છે.
આ ફિલ્મના પ્રમોશન માટે જ નહીં પરંતુ એને ભવ્ય રીતે રિલીઝ કરવા માટે પણ યશરાજ બેનર ખાસ પ્રયાસો કરી રહ્યું છે. લેટેસ્ટ રિપોટ્ર્સ અનુસાર આ ફિલ્મ ફક્ત ઈન્ડિયામાં જ પાંચ હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થશે. જાણીતા ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે તેમના ટિવટર એકાઉન્ટ પર જાણકારી પૂરી પાડી હતી કે, ‘યશરાજ ફિલ્મ્સ દ્વારા આ વખતે ખરેખર લાર્જ સ્કેલ પર કોશિશ. અત્યાર સુધી મળતી માહિતી મુજબ ફિલ્મ ‘ઠગ્ઝ ઓફ હિન્દોસ્તાં’ માત્ર ઈન્ડિયામાં જ પાંચ હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થશે. જેમાંથી હિન્દીમાં ૪૫૦૦-૪૬૦૦ સ્ક્રીન્સ. બાકીના સ્ક્રીન્સ પર તામિલ અને તેલુગુમાં રિલીઝ થશે.
આ ફિલ્મની ઇન્ટરનેશનલ રિલીઝની વાત કરીએ તો ‘ઠગ્ઝ ઓફ હિન્દોસ્તાં’ ઈન્ડિયાની બિગેસ્ટ ઇન્ટરનેશનલ રિલીઝ રહેશે. તરણે પોતાના ટ્વીટમાં સ્ક્રીન્સની સંખ્યા જણાવ્યા વિના માહિતી આપી હતી કે, ‘‘ઠગ્ઝ ઓફ હિન્દોસ્તાં’ ઇન્ટરનેશનલી કેટલા સ્ક્રીન્સ પર રિલીઝ થશે એ હજી ફાઇનલ થઈ રહ્યું છે. આવતા અઠવાડિયે સ્ક્રીન્સની સંખ્યા વિશે રફ એસ્ટિમેટની જાણ થશે, પરંતુ એક વાત ચોક્કસ છે કે, ‘ઠગ્ઝ ઓફ હિન્દોસ્તાં’ વિદેશોમાં બિગેસ્ટ રિલીઝ (ઇન્ડિયન ફિલ્મ) રહેશે.’ વાસ્તવમાં આ ફિલ્મને આટલા લાર્જ સ્કેલ પર રિલીઝ કરવાનું કારણ એ છે કે, યશરાજ ફિલ્મ્સના બેનરની સૌથી ખર્ચાળ ફિલ્મ્સમાં એનો સમાવેશ થાય છે. વળી, યશરાજ બોક્સ-ઓફિસ પર નવો રેકોર્ડ બનાવવા માગે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





