સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ ( સીઆઈએસએફ )ના જે.જી.જી.પી.પી, ઝનોર યુનિટ ના જવાનો દ્રારા રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષાના પચાસ વર્ષની ઉજવણી ના ભાગરૂપે સેવાશ્રમ હોસ્પિટલ માં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે રક્તદાન કરવામાં આવ્યું હતું.

સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ ( સીઆઈએસએફ ) એક અર્ધલશ્કરી દળ છે, જેની મુખ્ય કાર્ય સરકારી ફેક્ટરીઓ અને અન્ય સરકારી સાહસોને સુરક્ષા પૂરી પાડવાની છે આ દળો દેશના વિવિધ મહત્વપૂર્ણ સંસ્થાઓનું રક્ષણ કરે છે. આ બળની રચના 1969 માં કરવામાં આવી હતી જેના પચાસ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવે છે.

જેના ૨૦૧૮-૨૦૧૯નું વર્ષ ગોલ્ડન જ્યુબિલી વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે સીઆઈએસએફ )ના જે.જી.જી.પી.પી,ઝનોર યુનિટના જવાનો દ્રારા ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ ખાતે રેડ ક્રોસ બ્લડ બેંક માં રક્તદાન કર્યું હતું.
અને દર ત્રણ મહિને રક્તદાન કરવાના સંકલ્પ પણ લીધો છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






