ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે AIA ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો – ૨૦૧૯ નું આજથી એટલે કે તા.૦૩-૦૪-૦૫/૦૧/૨૦૧૮ એમ ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન આજરોજ જીઆઇડીસી ગાંધીનગરના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ધ્વારા સહયોગી સંસ્થાઓના સહયોગથી આયોજીત ૮ માં મેગા ઇન્ડસ્ટ્રીયલ એકિઝબિશનના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ, લેબર એન્ડ સેફટી ગાંધીનગરના ડાયરેક્ટરશ્રી સી.જે.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોએ AIA ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો – ૨૦૧૯ નું ૮ માં મેગા ઇન્ડસ્ટ્રીયલ એકિઝબિશનનું નિરીક્ષણ પણ ર્ક્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન એવા જીઆઇડીસી ગાંધીનગરના ચેરમેન શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો થકી નવી ટેકનોલોજી નિર્માણ થવાને કારણે ઉદ્યોગોનો ગ્રોથ વધ્યો છે. તેમણે હરિફાઇના જમાનામાં ટકવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ ઉદ્યોગોના વિકાસમાં મહત્તમ પુરવાર સાબિત થાય છે તેમણે અંકલેશ્વર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોના સુંદર આયોજનને બિરદાવ્યું હતું તથા સાથ આપનાર તમામ સંસ્થાઓ – ઉદ્યોગોનો આભાર વ્યક્ત ર્ક્યો હતો.
ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલે ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોના આયોજનને બિરદાવતાં આજના આ ત્રિદિવસીય એકિઝબિશનમાં નવી ટેકનોલોજી ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે ૧૮, ૧૯, ૨૦ જાન્યુઆરીના રોજ નવમાં વાયબ્રન્ટ સમિટ થવા જઇ રહી છે ત્યારે તેમણે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. લેબર એન્ડ સેફટી ગાંધીનગરના ડાયરેક્ટરશ્રી સી.જે.પટેલે ઔદ્યોગિક વિકાસ-આર્થિક ઉપાર્જન એ મહત્વનું નથી પરંતુ માનવજાતની – કામદારોની સલામતી, આરોગ્યનું પણ ધ્યાન રાખવું પડશે. તેમણે વધતા જતા પર્યાવરણની પણ ચિંતા કરવાનું જણાવી આ માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા સૂચન ર્ક્યું હતું. શ્રી અતુલ બુચ ધ્વારા ઇન્ડસ્ટ્રીયલ સેમિનાર અંગે જાણકારી આપી હતી.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખશ્રી મહેશભાઇ પટેલે સ્વાગત પ્રવચન ર્ક્યું હતું. એકસ્પોના ચેરમેન શ્રી પ્રવીણ તરૈયાએ ૮ માં મેગા ઇન્ડસ્ટ્રીયલ એકિઝબિશનની વિસ્તૃત માહિતી આપી હતી. અંતમાં આભારવિધિ જનરલ સેક્રેટરીશ્રી જયેશભાઇ પટેલે કરી હતી.
આ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખશ્રી બી.એસ.પટેલ, લઘુઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી બળદેવભાઇ પ્રજાપતિ, નોટીફાઇડ તેમજ જીઆઇડીસીના અધિકારીગણ, ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




