
ગુજરાત સહિત ભરૂચ શહેરમાં વસતા દાઉદી વ્હોરા સમાજે આજ રોજ મસ્જીદમાં ઇદની નમાઝ અદાકરી એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી.

દાઉદી વ્હોરા સમાજના લોકોએ આજરોજ રમજાન ઇદની હર્ષોલાસ સાથે ઉજવણી કરી હતી. એક મહિના સુધી પવિત્ર રમજાન માસમાં દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા રોઝા રાખી અલ્લાહ ની ઈબાદત કરવામાં આવી હતી.
ભરૂચનાં કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વ્હોરા સમાજના લોકોએ આજ રોજ મસ્જીદમાં રમજાન ઇદની વિશેષ નમાઝ અદાકરી સમાજના લોકો સહિત મિત્રવર્ગ ને રમજાન ઇદની મુબારકબાદી પાઠવી હતી. ભરૂચના કોટ વિસ્તારમાં વ્હોરા સમાજના લોકોએ ભેગા થઇ એક બીજાને રમજાન ઇદની મુબારકબાદી પાઠવી હતી. સાથે સાથે નાના ભૂલકાઓએ દ્રારા તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળામાં ઇદના તહેવાર ને હર્ષોઉલાસ સાથે માણ્યો હતો. સાથે જ દૂધ સેવૈયા અને સ્વાદિષ્ટ વાનગીઓ એકબીજાને ઘરે પહોંચાડી ઈદની ઉજવણી કરી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





