કમાણીમા આગળ સ્વચ્છતામાં પાછળ..

0
21

સ્વચ્છતાને લઇને દેશમાં એક અભૂતપૂર્વ ઝુંબેશ દરેક ક્ષેત્રમાં ચાલી રહી છે. સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. તેની અસર પણ દેખાઇ રહી છે. કામો થઇ રહ્યા છે. જા કે સ્વચ્છતાને લઇને જે રીતે અવિરત કામગીરી થવી જાઇએ તે હજુ સુધી જાવા મળી રહી નથી. રેલવે સ્ટેશનો પર સ્વસ્છતા અને સફાઇની વાત કરવામાં આવે તો કેટલીક વખત જારદાર રીતે સ્વચ્છતા જાવા મળે છે તો કેટલીક વખત એજ સ્ટેશન પર સફાઇનો અભાવ પણ જાવા મળે છે. આ બાબત દરેક જગ્યાએ લાગુ થઇ રહી છે. અવિરત અને દરરોજની પ્રવૃતિમાં આ સાફ સફાઇ પર ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી. રેલવે સ્ટેશનના સ્વચ્છતા સર્વેક્ષણમાં રિપોર્ટ હાલમાં જે રીતે જારી કરવામાં આવ્યા છે તે ચિંતા ઉપજાવે છે. રિપોર્ટમાં વર્લ્ડ કલાસ બનવા જઇ રહેલા સુરત રેલવે સ્ટેશનનુ ચિંતાજનક ચિત્ર રજૂ કર્યુ છે. બે વર્ષ પહેલા સુધી આ સ્વચ્છતાના મામલે દેશમાં પ્રથમ સ્થાને રહેલા સુરત રેલવે સ્ટેશનને આ વખતે ટોપ ૧૦ની વાત તો દુર રહી ટોપ ૨૦માં સ્થાન પણ ન મળતા નિષ્ણાંતોમાં ચર્ચા છે. કમનસીબ બાબત એ છે કે જે ગુજરાતમાંથી આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની જાહેરાત કરી છે.

તે ગુજરાતના કોઇ રેલવે સ્ટેશન આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ ૧૦માં નથી. બે વર્ષ પહેલા ચિત્ર સારુ રહ્યુ હતુ. જ્યારે એ વન શ્રેણીમાં ગુજરાતના ત્રણ રેલવે સ્ટેશન સ્થાન મેળવી ગયા હતા. સુરત પ્રથમ સ્થાને રાજકોટ અને વડોદરા ક્રમશ બીજા અને દસમાં સ્થાને રહ્યા હતા. એ શ્રેણીના ટોપ ૧૦ સાફ સુન્દર સ્ટેશનમાં ગાધીધામ બીજા અને જામનગર ચોથા સ્થાને રહ્યા હતા. જ્યારે વડોદરા ૧૫માં અને અમદાવાદ ૧૭માં સ્થાને રહ્યાહતા. સુરતને છેલ્લા વર્ષના સર્વેમાં મોટો ફટકો પડ્યો છે. જ્યારે તે પ્રથમ સ્થાનથી ફેંકાઇને ૨૬માં સ્થાને છે. પશ્ચિમ રેલવેના મુંબઇ મંડળમાં મુંબઇ બાદ સૌથી વધારે કમાણી કરવાના મામલે સુરત સ્ટેશન આવે છે. તે કમાણીમાં આગળ હોવા છતાં જા સ્વચ્છતામાં પાછળ રહી જાય છે તો તેના કારણો પણ સ્પષ્ટ છે. રેલવે દ્વારા એટલુ ધ્યાન આપવામાં આવ્યુ નથી તે બાબત સ્વાભાવિક રીતે જ ઉભરીને સપાટી પર આવે છે. જે સ્ટેશન પર એક દિવસમાં એક લાખથી વધારે યાત્રીઓ પહોંચે છે અને ૨૫૦થી વધારે ટ્રેનો પ્રસાર થાય છે તેને સાફ સ્વચ્છ અને સુન્દર રાખવામાં લાપરવાહી ચોક્કસપણે થઇ છે. આ વર્ષે સ્ટેશન પર સાફ સફાઇ માટે કોન્ટ્રાક્ટ આપવામાં વિલંબ થયો હતો. મે મહિનામાં ટેન્ડર મંજુર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સફાઇ મશીનો અને નવા કર્મચારીઓ દ્વારા સફાઇની જવાબદારી સંભાળી લેવામાં આવી હતી. તેમ છતાં રેલવે સ્ટેશનની સફાઇ પર અનેક પ્રકારના પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્ટેશનના ચારેબાજુ ગંદકી સ્પષ્ટ પણે નવજરે પડે છે. પાણી જ્યા લોકો પીતા હોય છે ત્યાં એટલી ગંદકી હોય છે કે યાત્રી ત્યાં પાણી પીવાનુ પસંદ કરતા નથી. માત્ર સાફ સફાઇ જ નહીં બલ્કે યાત્રીઓની સુવિધાને લઇને પણ સુરતમાં સ્થતી હવે ચિંતાજનક છે. પા‹કગના મામલે પણ સમસ્યા છે. લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા હોય કે પછી ટિકિટ બારીની વ્યવસ્થા હોય સ્થતી સારી નથી. આ હેરાની કરવાવાળી બાબત છે કે જે સ્ટેશન રોજ એક કરોડથી વધારેની કમાણી કરે છે તે સ્ટેશનના પ્લેટફોર્મ પર પાણી પડે છે. ખુદ સ્ટેશન માસ્ટરની ઓફિસ પાણી પાણી થઇ જાય છે. એક પ્લેટફોર્મ પર શેડના અભાવના કારણે પ્રવાસીઓને વારંવાર પળડી જવાની જરૂર પડે છે. રેલવે વહીવટી તંત્ર દ્વારા જા ગંભીરતાપૂર્વક પ્રયાસ કરવામાં આવે તો આ તમામ સમસ્યાથી રાહત મળી શકે છે. સુરત જેવા મોટા સ્ટેશન જે કમાણીના મામલે સૌથી આગળ છે પરંતુ સફાઇ અને સુવિધાના નામ પર હાલમાં ખુબ પાછળ છે. આ તમામ દિશામાં ધ્યાન આપીને શક્ય તેટલી વહેલી તકે યાત્રીઓની મુળભુત સુવિધા સ્થાપિત કરવાની દિશામાં પહેલ કરવામાં આવે તે જરૂરી છે. સુરતની સાથે સાથે અન્ય રેલવે સ્ટેશન પર સર્વ સામાન્ય સમસ્યા જાવા મળે છે. જેમાં પીવાના પાણીની તકલીફ, યાત્રીઓ માટે જરૂરી સુવિધાનો સમાવેશ થાય છે. કેટલીક જગ્યાએ કર્મચારીઓ માટે યોગ્ય વ્યવસ્થા નથી. રેલવે તંત્ર યાત્રીઓ અને પોતાના કર્મચારીઓની સુવિધા વધારી દેવા પર ધ્યાન આપે તે સૌથી જરૂરી બાબત છે. આના માટે મજબુત ઇચ્છાશક્ત જરૂરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY