હથિયારનું લાયસન્સ મેળવવામાં દાહોદ બાદ વડોદરા મોખરે

0
9

દાહોદ,તા.૩૦
ગુજરાતમાં પણ અમેરિકાની જેમ હથિયાર હવે લગભગ દરેક ઘરમાં થઇ જાય તો નવાઇ નહી. પહેલા લોકો સ્વરક્ષણ અને મોટા ભાગે ખેડૂતો પાક બચાવવા હથિયાર રાખતા હતા. પણ હવે હથિયાર રાખવું એક સ્ટેટ્‌સ સિમ્બોલ બની ગયુ છે. ગુજરાતના મધ્ય ગુજરાતમાં સૌથી વધુ પરવાનેદાર હથિયારધારકો છે.
મધ્ય ગુજરાતના ૮ શહેર જિલ્લામાં ૧૪,૬૨૯થી વધુ હથિયારધારકો છે. લોકો હવે સ્ટેટ્‌સ, સ્વરક્ષણ તેમજ પ્રભાવ પાડવા હથિયાર રાખવાનું ચલણ વધી રહ્યું છે. હથિયારનું લાયસન્સ મેળવવામાં દાહોદ બાદ વડોદરા શહેર મોખરે છે.
દેશમાં સૌથી વધુ યુપીમાં ૧૩ લાખ લાયસન્સ ધારકો છે. ગુજરાતના વડોદરા શહેરમાં ૧૯૫૬ અને જિલ્લામાં ૬૦૨ સ્વરક્ષણ માટે લોકો હથિયારો રાખે છે. તેમજ ઘણા લોકો સ્વરક્ષણ અને પાકના બચાવ માટે હથિયારના લાઇસન્સ મેળવતા હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY