નીટનાં પરીક્ષાર્થીઓની આતુરતાનો અંત, રાજ્યનું ૪૬.૩૫ ટકા પરિણામ જાહેર

0
26

સુરત,તા.૫
નીટની પરીક્ષાનું પરિણામ જાહેર થતા પરીક્ષાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. મેડિકલ અને ડેન્ટલ માટે લેવાતી નીટની પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓનું પરિણામ ધાર્યા કરતા નબળું આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં ૪૬.૩૫ ટકા જ્યારે સમગ્ર દેશનું ૫૬.૨૭ ટકા પરિણામ જાહેર થયુ છે. નીટની પરીક્ષામાં ગુજરાતમાંથી કુલ ૩૫,૧૭૭ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈડ થયા છે. જાકે ગતવર્ષ કરતા આ વર્ષે પરિણામમાં થોડો સુધારો નોંધાયો છે.
પરંતુ ધાર્યા કરતા ઓછુ પરિણામ આવતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ નિરાશા સાંપડી છે. જાકે નેશનલ લેવલની આ પરીક્ષામાં અમદાવાદના રવી માખેજાએ ઓલ ઈન્ડિયામાં ૧૪મો ક્રમાંક મેળવ્યો છે. રવિએ ૭૦૦માંથી ૬૯૦ માર્કસ મેળવ્યા છે.
નીટની પરીક્ષાના પરિણામમાં ગુજરાતના માત્ર ૪૬ ટકા વિદ્યાર્થીઓ ક્વોલિફાય થઇ શકિયા છે. સુરત શહેરમાં શ્રેયા ગાબાણીએ બાજી મારી છે અને સમગ્ર શહેરમાં તેણે પ્રથમ સ્થાન મેળવ્યું છે. શ્રેયાએ કુલ ૬૮૫ માર્ક્સ સાથે એઆઈઆર ૬૮ મેળવ્યું છે. શ્રેયાની આ સફળતાથી પરિવારજનો સહિત મિત્રો તથા સગા સબંધીઓમાં આનંદનું મોજુ ફરી વળ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY