ઈનોવા કારમાં ફોજી વર્દીમાં હતા ચાર શકમંદો
પઠાણકોટ,તા.૩૦
પંજાબના પઠાણકોટ-જાલંધર હાઇવે પર ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અહીંના નંગલપુર ગામથી આ લોકોની ધરપકડ કરી છે. આ ચારેય શખ્સો હિમાચલ પ્રદેશની સ્કાર્પિયો કારમાં સવાર હતા. પોલીસ જે વખતે નાકાબંધી પર ચેકિંગ કરી રહી હતી, ત્યાં તેમને દબોચી લેવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ચારેય શંકાસ્પદો સેનાના યુનિફોર્મમાં હતા.
પોલીસ અત્યારે પણ તેમની પુછપરછ કરી રહી છે. તમને જણાવી દઇએ કે, ગત દિવસોમાં અમૃતસરના એક ગામમાં ગ્રેનેડ હુમલો થયા બાદ પોલીસે રાજ્યમાં સુરક્ષા વધારી દીધી છે. અગાઉ પણ રાજ્યમાંથી એવી ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે, જ્યાં કાશ્મીર અથવા તો અન્ય રાજ્યોથી ગાડી લઇને શંકાસ્પદ લોકો પંજાબ બાજુ ઘૂસી આવ્યા હતા. અત્યારે ૧૪ નવેમ્બરે પણ જમ્મુ-પંજાબ બોર્ડર પર ઈનોવોમાં ૪ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો જમ્મુથી ઇનાવો કાર લઇને ભાગ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૬ના શરૂઆતમાં પઠાણકોટમાં જ આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે પાકિસ્તાન તરફથી આવેલા આતંકીઓએ પઠાણકોટના એરબેસમાં હુમલો કર્યો હતો, જ્યાં ૭ જવાન શહીદ થયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


